information about shradh

Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

Information about shradh: ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે.

ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Information about shradh: 20 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે. જે 6 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસોમાં પિતૃઓ ધરતી ઉપર પોતાના કુળના લોકોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે અને શ્રાદ્ધ-તર્પણ કરીને સંતુષ્ટ થઈને પોતાના ધામ જતા રહે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે.

આ પણ વાંચોઃ Heavy rain alert: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી- વાંચો ક્યા પડશે કેટલો વરસાદ?

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે, ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. સાથે જ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ. આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ, વિષ્ણુ, નારદ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતા જ પિતૃ મૃત્યલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે. એટલે, આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ HDFC Bank tieup with paytm: હવે દરેકને મળશે સરળ રીતે ક્રેડિટ કાર્ડ, HDFC Bank એ મિલાવ્યો Paytm સાથે હાથ- વાંચો વિગત

ઘરે જ શ્રાદ્ધ અને તર્પણ કરી શકો છો-

Advertisement
 • ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું.
 • સાફ કપડા પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો. શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં.
 • દિવસના આઠમાં મુહૂર્ત એટલે કુતુપ કાળમાં શ્રાદ્ધ કરવું. જે 11.36 થી 12.24 સુધી હોય છે.
 • દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગવાળીને ઘૂંટણને જમીન પર ટેકવીને બેસી જવું.
 • તાંબાના મોટા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી લેવું.
 • હાથમાં કુશા ઘાસ રાખો અને જમણાં હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો. આ પ્રક્રિયા 11 વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો.
 • પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો. તે પછી પંચબલી એટલે દેવતા, ગાય, કૂતરાં, કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું.
 • બ્રાહ્મણ ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો.

કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર-

 • ગૌતમધર્મસૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ-પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
 • પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ. પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
 • વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે.
 • માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે.
 • માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે.
 • દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.
Whatsapp Join Banner Guj
દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.