hevay rain

Heavy rain alert: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી- વાંચો ક્યા પડશે કેટલો વરસાદ?

Heavy rain alert: 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃHeavy rain alert: ગુજરાતમાં મોડા શરૂ થવા છતા વરસાદ સારો પડી ચુક્યો છે અને હજુ આવનારા દિવસોમાં વરસાદ પડશે એવી આગાહી છે. આગામી આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

ગુજરાતમાં ચોમાસાની શરૃઆત સાધારણ રહી હતી અને ઓગસ્ટ સુધી માત્ર ૧૪.૨૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, સપ્ટેમ્બરના ૨૦ દિવસમાં ૧૨.૬૩ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તેમજ હજુ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ FIR against The Kapil Sharma Show: કપિલની મુશ્કેલી વધી, આ કારણે શોના મેકર્સ તથા એક્ટર વિરુદ્ધ FIR નોંધાઇ- વાંચો વિગત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે દ્વારકા-જામનગર-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથ-કચ્છ-ભરૃચ-સુરત-નવસારી-વલસાડ, રવિવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર જ્યારે મંગળવારે બનાસકાંઠા-પાટણ-સાબરકાંઠા-અરવલ્લી-ખેડા-આણંદ-દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-ડાંગ-નવસારી-રાજકોટ-જુનાગઢ-ગીર સોમનાથ-દીવમાં ભૌરે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદ તેમજ ૩૦ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન ૨૫ તાલુકામાં મેઘમેહર થઇ હતી અને અડધાથી ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જે તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં પલસાણા, કલ્યાણપુર, દ્વારકા, સુરત શહેર, ચીખલી, બારડોલી, ઓલપાડનો સમાવેશ થાય છે. આ સિવાય અબડાસા, નખત્રાણા, નાંદોદ, ખેરગામ, જગડિયામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Whatsapp Join Banner Guj