upsc result 2021

UPSC Result 2021: UPSCનું પરિણામ થયું જાહેર, ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં સામેલ- વાંચો વિગત

UPSC Result 2021: સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ કર્યું છે

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ UPSC Result 2021: UPSCનું પરિણામ થયું જાહેર 761 ઉમેદવારો પાસ થયા છે. ટોપ ટેનમાં ગુજરાતનો એક વિદ્યાર્થી કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં આઠમા નંબરે આવ્યો છે. લાંબા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યોકાર્તિક જીવાણી એ 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી.

વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ નસીબ એ પ્રકારે હતું કે બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો. તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ કર્યું છે

આ પણ વાંચોઃ Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

મીડિયા સાથે વાત કરતા કાર્તિક જીવાણીએ જણાવ્યું કે હવે ધીરે ધીરે ગુજરાતી વિદ્યાર્થીઓનું આકર્ષણ જીપીએસસી અને યુપીએસસી તરફ વધી રહ્યું છે. સતત ન્યૂઝ પેપરનું વાંચન કરતા રહેવું જોઈએ, પહેલા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રોને એક જ કારણે સતત તેને લખવાની કન્ટિન્યુસ પ્રોસેસ કરવી જોઈએ અને રિવિઝન સતત કરતા રહેવું જોઈએ. જેના થકી આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ સરળ થઈ જાય છે. કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આઈપીએસની ટ્રેનિંગ પૂર્ણ થવામાં માત્ર દોઢ મહિનો બાકી છે. હવે તે આઈએએસની ટ્રેનિંગ માટે મહેસૂલ જશે અને ત્યાં આગળ તે ટ્રેનિંગ લેશે.

Whatsapp Join Banner Guj