Sawan Month

lord shiva secrets: સોમવાર એટલે મહાદેવનો વાર જાણો, શિવજી સાથે જોડાયેલ આ રહસ્યો?

lord shiva secrets: માનવામાં આવે છે કે, સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે

ધર્મ ડેસ્ક, 22 નવેમ્બરઃlord shiva secrets: સોમવારના રોજ ભગવાન શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવ હંમેશા તેમના ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સવારે ઉઠીને, સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ સાથે અનેક એવી બાબતો જોડાયેલ છે, જેના વિશે તમને જાણ નહીં હોય. અહીંયા ભગવાન શિવના 5 રહસ્યો વિશે જાણકારી આપવામાં આવી છે.

  • ભગવાન શિવ મહાકાળીના ચરણો નીચે પણ હસી રહ્યા છે. ભગવાન શિવ ક્રોધ અને ઉગ્રતાનું પ્રતીક છે, તેમ છતાં તેઓ ઉદાર રૂપ પણ ધરાવે છે. અહીં આ તમામ બાબતો પાછળના રહસ્ય વિશે જાણકારી આપવામાં આવી છે. એક વાર મહાકાળી ક્રોધિત થયા હતા. કોઈપણ દેવ, રાક્ષસ અને માનવ તેમને રોકી શક્યા નહોતા. તે સમયે તમામ લોકોએ મહાકાળી માતાને રોકવા માટે સામૂહિકરૂપે ભગવાન શિવનું સ્મરણ કર્યું હતું. તે સમયે માં મહાકાળી જ્યાં જ્યાં પગ મુકતા હતા, તેનો વિનાશ નિશ્ચિત હતો. તે સમયે ભગવાન શિવને ખબર પડી ગઈ હતી, કે તેઓ માં મહાકાળીને રોકી નહીં શકે. ત્યારબાદ ભગવાન શિવ તેમને ભાવનાત્મક રીતે રોકવા માટે પહોંચી ગયા.
  • ભોલેનાથ મહાકાળીના રસ્તામાં સૂઈ ગયા. જ્યારે મહાકાળી ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ધ્યાન ન રહ્યું કે, ભગવાન શિવ ત્યાં છે અને મહાકાળીએ ભગવાન શિવની છાતી પર પગ મુકી દીધો. મહાકાળીએ જ્યાં જ્યાં પગ મુક્યો હતો, ત્યાં વિનાશ થઈ ગયો હતો પરંતુ ભગવાન શિવને કંઈ નહોતું થયું. જ્યારે મહાકાળીએ જોયું કે, તેમનો પગ ભગવાન શિવની છાતી પર છે, ત્યારે તેમનો ગુસ્સો શાંત થઈ ગયો અને તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા.
  • ભગવાન શિવે માં પાર્વતીની પરીક્ષા લીધી હતી. માનવામાં આવે છે કે, ભગવાન શિવે માતા પાર્વતી સાથે વિવાહ કરતા પહેલા તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું હતું. ભોલેનાથે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને માતા પાર્વતી પાસે ગયા. તેમણે માતા પાર્વતીને સવાલ પૂછ્યો કે, ભગવાન શિવ તો ભિખારી છે તો, તેમની સાથે વિવાહ શા માટે કરવા ઈચ્છો છો? આ સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા. તેમણે કહ્યું કે તે ભગવાન શિવ સિવાય કોઈની સાથે વિવાહ નહીં કરે. માતા પાર્વતીના આ જવાબથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે રાજી થઈ ગયા.

આ પણ વાંચોઃ Clothes will be expensive in gujarat: આ કારણથી ગુજરાતમાં થશે કપડા મોંઘા?

  • ભગવાન શિવ આખા શરીર પર રાખ લગાવીને રાખે છે. શિવભક્તો માથા પર રાખનું તિલક કરે છે. શિવુપરાણમાં આ અંગે ખૂબ જ રસપ્રદ કહાની છે. એક સંત તપસ્યા કરીને ખૂબ જ શક્તિશાળી થઈ ગયા હતા. તેઓ માત્ર ફળ અને લીલા પત્તાઓનું જ સેવન કરતા હતા, આ કારણોસર તેમનું નામ પ્રનદ પડી ગયું હતું. તપસ્યા કરીને સંતે જંગલના તમામ જીવ જંતુઓ પર નિયંત્રણ મેળવી લીધું હતું. એક વાર તેઓ પોતાની ઝુંપડી સરખી કરવા માટે લાકડી કાપી રહ્યા હતા, તે સમયે તેમની આંગળી કપાઈ ગઈ.
  • સંતે જોયું કે, તેમની આંગળીમાંથી લોહી નહીં પરંતુ છોડનો રસ નીકળી રહ્યો છે. સંત માનવા લાગ્યા કે, તેમના શરીરમાં લોહી નહીં પરંતુ છોડનો રસ રહેલો છે અને તે ખૂબ જ પવિત્ર થઈ ગયા છે. આ વાતથી તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમનામાં ઘમંડ આવી ગયો. સંત પોતાને દુનિયાની સૌથી પવિત્ર વ્યક્તિ માનવા લાગ્યો. આ જોઈને ભગવાન શિવ તેમની પાસે એક વૃદ્ધ વ્યક્તિનું રૂપ ધારણ કરીને પહોંચ્યા. તે વૃદ્ધ વ્યક્તિએ સંતને પૂછ્યું કે, તે આટલા ખુશ શા માટે છે? સાધુએ તમામ વાત જણાવી. શિવજીએ આ સાંભળીને જણાવ્યું કે, જ્યારે છોડ ઝાડ બળે છે, ત્યારે તે બળીને રાખ થઈ જાય છે અને છેલ્લે રાખ જ વધે છે.
  • વૃદ્ધ વ્યક્તિના સ્વરૂપમાં ભગવાન શિવે પોતાની આંગળી કાપીને બતાવી, તો તેમાંથી રાખ નીકળી. સંતને ખબર પડી ગઈ કે તેમની સામે સાક્ષાત ભગવાન ઊભા છે. સંતે પોતાની અજ્ઞાનતા માટે માફી માંગી. તે સમયથી ભગવાન શિવ પોતાના શરીર પર રાખ લગાવા લાગ્યા. જેથી તેમના ભક્તો હંમેશા આ વાત યાદ રાખે અને શારીરિક સૌંદર્યનો અહંકાર ન કરે અને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરે.
  • ભગવાન વિષ્ણુના હાથમાં હંમેશા સુદર્શન ચક્ર રહે છે. પુરાણો અનુસાર ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું. ભગવાન વિષ્ણુ ભગવાન શિવની આરાધના કરી રહ્યા હતા.
  • ભગવાન વિષ્ણુ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે હજારો કમળ ચડાવી રહ્યા હતા. ભગવાન શિવ જોવા ઈચ્છતા હતા કે ભગવાન વિષ્ણુની ભક્તિમાં કેટલી તત્પરતા છે. આ કારણોસર તેમણે એક કમળ લીધું. ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામ લઈને શિવલિંગ પર કમળ ચડાવી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ 1000મી વાર નામ લઈ રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે શિવલિંગ અર્પિત કરવા માટે કોઈપણ ફૂલ હવે બાકી રહ્યું નથી. તે સમયે ભગવાન વિષ્ણુએ પોતાની આંખ કાઢીને શિવને સમર્પિત કરી દીધી. આ કારણોસર ભગવાન વિષ્ણુને કમલનયન કહેવામાં આવે છે. ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને સુદર્શન ચક્રની ભેટ આપી હતી.
Whatsapp Join Banner Guj

Advertisement