Indian citizenship

Pakistani Hindus became Indian citizens: આખરે 32 પાકિસ્તાની હિંદુઓની 7 વર્ષની તપસ્યાનો અંત આવ્યો : ભારતીય નાગરિક બન્યા

Pakistani Hindus became Indian citizens: અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૩૨ પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર અને ૧૮ ને સ્વીકૃતી પત્ર એનાયત કરાયા

  • Pakistani Hindus became Indian citizens: અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૯૦૦ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૨૧ નવેમ્બર:
Pakistani Hindus became Indian citizens: અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા આજે ૩૨ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.આ ૩૨ પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ૭ વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

નવા ૧૮ પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

Pakistani Hindus became Indian citizens

ખૂબ જ ટૂંકા ગાળામાં આ ૧૮ વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધીમાં ૯૦૦ લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…Clothes will be expensive in gujarat: આ કારણથી ગુજરાતમાં થશે કપડા મોંઘા?

અત્રે નોંધનીય બાબત છે કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મ ના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

Whatsapp Join Banner Guj