Rashi Bhavishya: મહિનાના અંત સુધી આ રાશિના જાતકોને થશે લાભ અને મળશે સફળતા, ગ્રહ-નક્ષત્ર આપી રહ્યા છે સંકેત
Rashi Bhavishya: મહિનાના અંત સુધીમાં કેટલાક ગ્રહોનું પરિવર્તન થશે. 17 મી ઓગસ્ટ 2021 ના રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પરિવર્તન કરશે
ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Rashi Bhavishya: ઓગસ્ટ મહિનામાં અનેક મોટા ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યુ છે. મહિનાના અંત સુધીમાં કેટલાક ગ્રહોનું પરિવર્તન થશે. 17 મી ઓગસ્ટ 2021 ના રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પરિવર્તન કરશે. બુધ પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. .
બુધ સિંહ રાશિમાંથી બહાર જશે અને રાશિ બદલતી વખતે કન્યા રાશિમાં પરિવર્તન કરશે. બુધનું પરિવર્તન 26 ઓગસ્ટની સવારે 11:08 કલાકે થશે. જાણો ઓગસ્ટ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ બદલવાથી કઈ રાશિઓને થશે લાભ.
- મેષ રાશિ – મેષ રાશિના જાતકો માટે 31 ઓગસ્ટ સુધીનો સમય શાનદાર રહેવાનો છે. આ દરમિયાન તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. તમારા અટકેલા કાર્ય પુરા થઈ શકે છે.
- મિથુન રાશિ – ઓગસ્ટ મહિનો તમારે માટે લાભકારી સાબિત થશે. મહિનાના અંત સુધી તમને શુભ સમાચાર મળી શકે છે. વેપારીઓને નફાનો યોગ બનશે.
- તુલા રાશિ – તમને કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. ભાગ્યોદય થવાની આશા છે. વેપારીઓને ધન લાભ થઈ શકે છે. આરોગ્ય ઉત્તમ રહેશે.
- સિંહ રાશિ – સિંહ રાશિના જાતકોને ઓગસ્ટ મહિનના અંત સુધી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. આ દરમિયાન
તમે ખુશ અને સંતુષ્ટ રહેશો.

