fb

Facebook ban taliban: તાલિબાનને આતંકવાદી સંગઠન બતાવી ફેસબૂકે પ્રતિબંધિત કર્યુ, ફેસબુકએ જણાવ્યું આ કારણ..!

Facebook ban taliban: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે જણાવ્યું હતું કે તેણે તાલિબાન અને તેનું સમર્થન કરતાં બધા કન્ટેન્ટને પ્રતિબંધિત કરી દીધા છે, કેમકે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે.

નવી દિલ્હી, 19 ઓગષ્ટઃ Facebook ban taliban: અફઘાનિસ્તાનમાં એક તરફ જયાં તાલિબાને ઝડપથી કબ્જો કરી લીધો છે અને લોકો એકબીજાનો જીવ બચાવવા માટે બીજા દેશોમાં ભાગી રહ્યા છે. આમ બીજી બાજુ તાલિબાન શસ્ત્રોની તાકાતના જોરે સરકાર બનાવવા જઈ રહ્યું છે. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે જણાવ્યું હતું કે તેણે તાલિબાન અને તેનું સમર્થન કરતાં બધા કન્ટેન્ટને પ્રતિબંધિત કરી દીધા છે, કેમકે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે. 

કંપનીએ જણાવ્યું હતું કે આ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા કન્ટેન્ટ પર દેખરેખ રાખવા અને તેને હટાવવા માટે અફઘાન નિષ્ણાતોની ટીમ બનાવી છે. તાલિબાન વર્ષોથી પોતાનો સંદેશ પહોંચાડવા માટે સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. ફેસબૂકે જણાવ્યું હતું કે અમારી પાસે અફઘાન નિષ્ણાતોની ટીમ છે, જેમા દારી અને પશ્તોના રહેવાવાળા લોકો સામેલ છે. તેમને સ્થાનિક બાબતોની પૂરેપૂરી જાણકારી છે. તેના પ્લેટફોર્મ પર ઉભરતા મુદ્દાની ઓળખ કરવા માટે અને સતર્ક કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચોઃ Pandit Rajesh Kumar: મંદિર છોડવાના બદલે તાલિબાનના હાથે મરવા તૈયાર છે હિન્દુ મંદિરના આ પુજારી, કહ્યું- મારા પૂર્વજોનું આ મંદિર નહીં છોડું!

ફેસબૂકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાના કાયદા હેઠળ તાલિબાનને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. અમે અમારી નીતિ હેઠળ અમારી સેવાઓને તેના માટે પ્રતિબંધિત કરી દીધી છે. તેનો અર્થ એ થાય કે અમે તાલિબાન અને તેના સમર્થનવાળા કન્ટેન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. 

આ ઉપરાંત ટ્વિટરના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે લોકો ટ્વિટર પર મદદ માંગી રહ્યા છે. ટ્વિટરની સૌથી પહેલી અગ્રતા લોકોને સલામત રાખવાની છે અને અમે સતર્ક છીએ. અમે અમારા નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરીશું અને તેનો ભંગ કરનારા કન્ટેન્ટની સમીક્ષા કરીશું. તેમા પણ ખાસ કરીને હિંસાને સમર્થન કરતાં કન્ટેન્ટ, પ્લેટફોર્મનું મેનીપ્યુલેશન અને સ્પેમની સામે નીતિઓ જારી રાખીશું. 

તાલિબાને રાષ્ટ્રપતિ ભવનનો કબ્જો લીધો અને રાષ્ટ્રપતિ અશરફ ઘની દેશ છોડી ભાગી ગયા તેના પગલે તાલિબાને ત્યાં ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ Rape and murder case: કરજણ તાલુકાના દેથાણ ગામે સામુહિક દુષ્કર્મ બાદ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા

Whatsapp Join Banner Guj