Statues to decorate the house regarding vastu: વાસ્તુ અનુસાર ઘરમાં કઇ મૂર્તિઓ રાખી શકાય? વાંચો આ વાસ્તુ ટિપ્સ

Statues to decorate the house regarding vastu: કેટલીક મૂર્તિઓને ઘરમાં રાખવાથી પણ વાસ્તુદોષ થઇ શકે છે

જ્યોતિષ ડેસ્ક, 13 મેઃ Statues to decorate the house regarding vastu: લોકો પોતાના ઘરની સજાવટ કરવા માટે અલગ-અલગ પ્રકારની મૂર્તિઓની ગોઠવણ કરવાનું પસંદ કરે છે. તેમાં કેટલીક ભગવાનની મૂર્તિઓ હોય છે તો કેટલીક પ્રાણીઓની મૂર્તિઓ રાખવામાં આવે છે.. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મૂર્તિઓને ઘરમાં રાખવાથી પણ વાસ્તુદોષ થઇ શકે છે. એટલે કે ખોટી મૂર્તિ રાખવાથી તેની નકારાત્મક અસર તમારા જીવન પર પડી શકે છે. જાણો, વાસ્તુ અનુસાર ઘરે કઇ મૂર્તિઓ રાખવી શુભ હોય છે.

હાથી :- વાસ્તુ અનુસાર, હાથીને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે ઘરે ચાંદી અથવા પીત્તળના હાથીની મૂર્તિ રાખવાનું શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં ચાંદીના હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષ દૂર થઇ શકે છે. ફેંગશુઇ અનુસાર ઘરે હાથીની તસવીર અથવા પ્રતિમા રાખવાથી પૉઝિટિવ એનર્જીનો વાસ થાય છે અને ધન-સમૃદ્ધિમાં વુદ્ધિ થાય છે. 

હંસ :- વાસ્તુ અનુસાર, ઘરમા ગેસ્ટ રૂમમાં હંસના જોડાની મૂર્તિ રાખવાથી આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત, બે બતકના જોડાની મૂર્તિ રાખવાથી વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઇ રહે છે. 

કાચબા :- ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાચબા, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યાં કાચબા હોય છે ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે. ફેંગશુઇ અનુસાર, સકારાત્મક ઊર્જા આવે છે. ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની સ્થાપના કરવાનું શુભ હોય છે. ડ્રોઇંગ રૂમમાં ધાતુના કાચબા રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 

આ પણ વાંચોઃ The monsoon will start early: ઝડપથી મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત, આ વર્ષે વહેલુ શરુ થશે ચોમાસું- હવામાન વિભાગે લગાવ્યુ અનુમાન

પોપટ :- વાસ્તુ અનુસાર, સ્ટડી રૂમમાં પોપટની તસવીર લગાવવાથી એકાગ્રતા વધે છે. ઉત્તર દિશામાં પોપટની તસવીર ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે, આ સાથે જ વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે. ફેંગશુઇ અનુસાર, પોપટને પૃથ્વી, અગ્નિ, પાણી, લાકડી અને ધાતુનું પ્રતીક માનવામાં આવે છે. ઘરે પોપટની મૂર્તિ લગાવવાથી ઘરમાં પ્રફુલ્લિત માહોલ બની રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 

માછલી :- વાસ્તુ અને ફેંગશુઇ બંને અનુસાર, માછલીને ધન અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં પીત્તળ અથવા ચાંદીની માછલી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે. આ ઉપરાંત ધનમાં વૃદ્ધિ થાય છે. 

ગાય :- વાસ્તુ અનુસાર, ઘરે પીત્તળના ગાયની મૂર્તિ રાખવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ નકારાત્મકતા દૂર થાય છે. ફેંગશુઇ અનુસાર, ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે. 

ઊંટ :- વાસ્તુ અને ફેંગશુઇ અનુસાર, ઘરમાં ઊંટની મૂર્તિ રાખવાનું શુભ માનવામાં આવે છે. ડ્રોઈંગ રૂમ અથવા લિવિંગ રૂમના ઉત્તર-પશ્ચિમ દિશામાં ઊંટની મૂર્તિ રાખવાથી કરિયર અને વ્યવસાયમાં સફળતા મળે છે. ઊંટની મૂર્તિ રાખવાથી એકાગ્રતા વધે છે અને તણાવ દૂર થાય છે. 

આ પણ વાંચોઃ Prakash jhas controversial statement: સાઉથ-બોલિવૂડના વિવાદ વચ્ચે ફિલ્મમેકર પ્રકાશ ઝાનું વિવાદાસ્પદ નિવેદન, શરુ કર્યો નવો વિવાદ

Gujarati banner 01