Rain pic 1

The monsoon will start early: ઝડપથી મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત, આ વર્ષે વહેલુ શરુ થશે ચોમાસું- હવામાન વિભાગે લગાવ્યુ અનુમાન

The monsoon will start early: હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે

નવી દિલ્હી, 12 મેઃ The monsoon will start early: ગરમીનો પ્રકોમ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગરમી અને લૂનો કહેરની વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે આ આગ ઝરતી ગરમીમાંથી લોકોને જલ્દી રાહત મળી શકશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.

હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધો ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સિસ્ટમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે.

આ પણ વાંચોઃ Prakash jhas controversial statement: સાઉથ-બોલિવૂડના વિવાદ વચ્ચે ફિલ્મમેકર પ્રકાશ ઝાનું વિવાદાસ્પદ નિવેદન, શરુ કર્યો નવો વિવાદ

IITM ના ટોપ એક્સપર્ટે કહ્યું છે કે ૫ મેથી ૧ જૂન સુધીમાં જે અનુમાન લગાડાયું છે તે પ્રમાણે ૨૦મી મે પછી કોઈ પણ સમયે કેરળના સમુદ્રતટના વિસ્તારમાં ચોમાસુ શરૂ થઈ જશે. કેરળમાં ૧૯મી થી ૨૫ એપ્રિલ વચ્ચે વરસાદ થઈ શકે. આ વર્ષે વહેલો વરસાદ શરૂ થવા સંભવ છે. સામાન્યત: કેરળમાં ચોમાસુ ૧લી જૂનથી શરૂ થાય છે અને ૧૫થી ૨૦ જુન સુધીમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ જાય છે.

પરંતુ દિલ્હી, એન.સી.આર. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડવા સંભવ છે. સાથે લૂનો પણ પ્રકોપ વધશે. કેરળમાં ચોમાસુ શરૂ થયા પછી ૧૫ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થવો સંભવ છે. આ માહિતી આપતા હવામાન વિભાગ જણાવે છે કે આમ છતાં ૨૦ મે પછી ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.

આ પણ વાંચોઃ Eye protection against heat: શું તમે જાણો છો કે ગરમીથી મોતિયો આવી શકે? જાણો આ બાબતે શું છે કહે છે ડોક્ટર

Gujarati banner 01