Nikhil suthar banner

About StartupAwards 2022: કેન્દ્ર સરકાર દેશ ના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સમાં નામાંકિત થવાની આપી રહી છે એક અમૂલ્ય તક

About StartupAwards 2022: આજે જયારે ભારત વિશ્વ ની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમ બની છે ત્યારે, દેશ માં ઉદ્યોગ સાહસિકતા ના સકારાત્મક માહોલ ને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ ની બે સફળ આવૃત્તિઓ પછી, ‘નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2022’ વધુ આકર્ષક પ્રોત્સાહનો સાથે પાછા આવ્યા છે, જેમાં વિવિધ સેક્ટર્સ ના વિજેતાઓ માટે કુલ રૂપિયા 2.85 કરોડથી વધુ ના રોકડ ઈનામોનો પણ સમાવેશ થાય છે, જે ખરેખર ભારતીય સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો માટે ઉત્સાહવર્ધક છે. આર્થિક મોરચાઓ પર મજબૂત વિકાસ દર હાસિલ કરવાની સાથે સાથે આત્મનિર્ભર ભારત ના વિઝન ને અનુલક્ષી ને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ ની ત્રીજી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર ની સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા વર્ષ 2020 માં સૌપ્રથમ વાર નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ શરૂ કરવામાં આવેલ હતા. નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ નો ઉદ્દેશ્ય ભારત ના ઉત્કૃષ્ટ સ્ટાર્ટઅપ્સ ના ગ્રોથ ને પારખી ને તેઓ ને પ્રોત્સાહન આપવાનો છે. જે નવીન સોલ્યુશન આધારિત અભિગમ દ્વારા અર્થતંત્ર માં મૂલ્ય વૃદ્ધિ કરે છે અને પરિણામે દેશમાં રોજગારીની તકો વધી શકે છે, તથા મોટા ભાગે સામાજિક બદલાવ માટે પણ અગત્ય નો ભાગ ભજવે શકે છે.

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કારો દ્વારા, DPIITનો ઉદ્દેશ્ય એવા સ્ટાર્ટઅપ્સ અને ઈકોસીસ્ટમ ના હીતધારકો ની શ્રેષ્ઠતાને સમર્થન આપવા માટે નો તેમજ પ્રોત્સાહિત કરવાનો છે. જેઓ આત્મનિર્ભર ભારતની ભાવના ને ખરા અર્થ માં સાર્થક કરી રહ્યા છે.

Advertisement

કૃષિ, એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી, આરોગ્ય અને સુખાકારી, ફિનટેક, મીડિયા અને સ્પેસ સહિત 50 પેટા-ક્ષેત્રો માં વર્ગીકૃત કરાયેલા 17 ક્ષેત્રો (સેક્ટર્સ) માં એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પેટા-ક્ષેત્રો ઉપરાંત, સાત વિશેષ કેટેગરીઓ પણ છે, જેમ કે મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ, ગ્રામીણ વિસ્તારોમાં અસર કરતા સ્ટાર્ટઅપ્સ, કેમ્પસ સ્ટાર્ટઅપ્સ, મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ સ્ટાર્ટઅપ્સ, રોગચાળાનો સામનો કરવા માટે નવીનતા રજુ કરતા સ્ટાર્ટઅપ્સ, ભારતીય ભાષાઓમાં સોલ્યુશન ડિલિવરી અથવા બિઝનેસ ઓપરેશન્સ આપતા સ્ટાર્ટઅપ્સ, પૂર્વોત્તરના સ્ટાર્ટઅપ્સ અને પર્વતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના સ્ટાર્ટઅપ્સ. જો તમે પણ એક સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર અથવા ઈકોસીસ્ટમ એનેબ્લર હોવ તો ફટાફટ અપ્લાઇ કરી શકો છો  https://www.startupindia.gov.in/content/sih/en/nsa2022.html પર, નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2022 માટે!

આ પણ વાંચોઃ Orange and yellow alert: ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો, ગુજરાતના પાંચ શહેરોમાં 44 ડિગ્રીથી વધુ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Advertisement