Honey trap case arrest

Police arrested the gang in Honeytrap: વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.50 હજારની માંગણી કરનાર ટોળકીની પોલીસે કરી અટકાયત

Police arrested the gang in Honeytrap: સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.10 હજાર પડાવી લઇ બીજા રૂ.50 હજારની માંગણી કરનાર બે મહિલા સહિતની ટોળકીની સિંગણપોર-ડભોલી પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે.

Police arrested the gang in Honeytrap: ભોગ બનનાર મૂળ ભાવનગર ના ગારીયાધાર નો રહેવાસી…

સુરત, 10 એપ્રિલ: Police arrested the gang in Honeytrap: સુરત શહેરમાં વધું એક હની ટ્રેપ ની ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને વરાછામાં ફરસાણની દુકાન ચલાવનાર 46 વર્ષય ઈસમને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા દસ હજાર પડાવી લીધા અને ત્યારબાદ બીજા ૫૦ હજારની માંગણી કરવામાં આવી હતી ભોગ બનનાર ism મૂળ ભાવનગર ગારીયાધારના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. અને વરાછા મીનીબજારમાં ફરસાણની દુકાન ચલાવે છે.

એક અઠવાડિયા પહેલા એક મોબાઈલ નંબર ઉપરથી તેમને વ્હોટ્સએપ પર મેસેજ આવતા તમે કોણ પૂછ્યું તો તેણે પોતાનું નામ ખુશ્બુ જણાવ્યું હતું. ભોગબાનાર તેને ઓળખતા ન હોય થી વાત કરવાની ના પાડી હતી. જોકે, ખુશ્બૂએ કહ્યું હતું કે હું તમને ઓળખુ છું. ખુશ્બૂએ ત્યાર રોજ મેસેજ કરી વ્હોટ્સએપ કોલીંગથી વાત કરી હતી. ગત બપોરે ખુશ્બુએ ભોગ બનનારને whatsap પર કોલ મી નો મેસેજ કરતા ભોગ બનનારે વ્હોટ્સએપ કોલ કર્યો તો તેણે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહ્યું હતું.

Police arrested the gang in Honeytrap

આગલા દિવસે પણ ખુશ્બૂએ મેસેજ કરી નાસ્તો લઈ મળવા બોલાવ્યા હતા ત્યારે વેપારીએ મજાક કરી હતી કે તમે ઘરે રસોઈ બનાવતા નથી.આથી ખુશ્બૂએ કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે આવી છું. ત્યાર બાદ ખુશ્બૂએ 12.53 કલાકે અને 12.56 કલાકે વોઈસ મેસેજ કરી ફરી નાસ્તો લઈને આવવા કહેતા ભોગ બનનાર ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના બે વાગ્યાના સમયે ખૂશ્બૂના કહ્યા મુજબ ડભોલી રોડ શાક માર્કેટ મનિષ નગર પહોંચ્યા ત્યાં ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે જતા તે મહિલા ફ્લેટનો દરવાજો ખોલી અંદર લઈ ગઈ તો ત્યાં બે મહિલા હાજર હતી.

તમામ સોફા પર બેસ્યા ત્યારે મહિલાએ બીજા રૂમમાં જવા કહેતા ભોગ બનનારે ઇન્કાર કર્યો તો ખુશ્બૂ કંઈ નહીં થાય ચાલો તેમ કહી ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમા લઈ ગઈ હતી. ત્યાં પાથરેલા ગાદલા પર બેસાડી ખુશ્બૂએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ કહી શારીરીક અડપલા કરવા લાગી હતી. તે સમયે જ રૂમનો દરવાજો ખોલી અચાનક બે જણા અંદર આવ્યા હતા અને તે પૈકી એકે આ મારી પત્ની છે, મને શક હતો કે હું હીરાની નોકરી કરવા જાઉં ત્યારે આવું કામ કરે છે.

Police arrested the gang in Honeytrap

થોડીવાર બાદ અન્ય બે વ્યક્તિ આવ્યા હતા અને એકે પોતાની ઓળખ જયશ્રીના ભાઈ તરીકે આપી બાદમાં તમામે ભોગ બનનાર ને માર મારી સમાધાન નહીં કરો તો બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી રૂ.10 હજાર પડાવી લીધા હતા. ત્યાર બાદ રૂ.50 હજારની માંગણી કરતા ભોગ બંનારે મિત્રને બોલાવી તેમને સમજાવી બહાર જઈ પૈસાની વ્યવસ્થા કરીશું કહી છટકીને સિંગણપોર પોલીસ મથકમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી હતી.

સિંગણપોર પોલીસે આ ગુનામાં જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી છે. તેમણે અગાઉ પણ આવી રીતે પૈસા પડાવ્યા હોવાની વિગતો સાંપડી છે.

આ પણ વાંચો..Intjaar part-7: કુણાલ બીજા દિવસે સવારે વહેલા જાગી ગયો અને તરત જ એને બધાનો બ્રેકફાસ્ટ બનાવી દીધો…..

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *