Nikhil suthar banner

Indian startup ecosystem: વર્ષ 2021માં યુનિકોર્નની રેકોર્ડ સંખ્યા સાથે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની અભૂતપૂર્વ છલાંગ

Indian startup ecosystem: દાયકાઓ થી ચાલતી નફાકારતા ના મોટા માર્જિન સાથે બિઝિનેસ ગ્રોથ કરવા ની પ્રથા થી ટેવાયેલી સ્થાનીય સ્ટાર્ટઅપ કોમ્યુનિટી ને ધૂંટણિયે લાવી ને તેઓ ને યુનિટ ઇકોનોમિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓછી રોકડ સાથે ટકાઉ વૃદ્ધિ લાવવા માટે દબાણ કર્યું

Indian startup ecosystem: ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે 2021 નું વર્ષ એ 2020 કરતાં વધુ અલગ ન હોઈ શકે, COVID-19 મહામારી ફાટી નીકળવા નું એ વર્ષ જેને વિશ્વને કાયમ માટે બદલી નાખ્યું. દાયકાઓ થી ચાલતી નફાકારતા ના મોટા માર્જિન સાથે બિઝિનેસ ગ્રોથ કરવા ની પ્રથા થી ટેવાયેલી સ્થાનીય સ્ટાર્ટઅપ કોમ્યુનિટી ને ધૂંટણિયે લાવી ને તેઓ ને યુનિટ ઇકોનોમિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓછી રોકડ સાથે ટકાઉ વૃદ્ધિ લાવવા માટે દબાણ કર્યું. પરિસ્થિતિ માંથી શીખી ને, સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ એ મહામારી પછી ઉદ્ભવેલી મંદી ની સમશ્યા માંથી બહાર આવી ને નવો માર્ગ બનાવ્યો છે. તેઓ મૂળભૂત બાબતો પર પાછા જઈને ઓછા સાથે વધુ કરવાનું શીખ્યા, અને પોતાના વેંચર્સ ના બિઝિનેસ મોડેલ્સ ને પરિસ્થિતિ ને અનુરૂપ બનાવવાની રીતો શોધી કાઢી.

પરંતુ 2020 ના અંત માં બનેલી બે બાબતો એ મજબૂત સ્થિતિ ના નિર્માણ માં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો, પહેલું, ભારતીય ઉપખંડ માં મહામારી ની પરિસ્થિતિ પછી ઈન્ટરનેટ ના વપરાશ ના દર માં અચાનક વૃદ્ધિ એટલે કે ઝડપી ડિજિટાઇઝેશન અને બીજું મહત્વ નું પરિબળ કે, વેન્ચર કેપિટલ ફંડિંગ માં ભરખમ ઉછાળો.

India maintains 3rd rank for largest startup ecosystem in World - Elets CIO

હેલ્થકેર સમસ્યાઓની ભરમાર હોવા છતાં, 2021 નું વર્ષ ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે સીમાચિહ્નરૂપ વર્ષ સાબિત થયું. જેમ જેમ કન્ઝ્યુમર ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ્સનું કદ વધતું ગયું તેમ, લાખો કરોડો ભારતીયો ઓનલાઈન કન્ટેન્ટ અને સેવાઓનો વપરાશ ઝડપી રીતે વધ્યો, તેના ફળસ્વરૂપે લીધે નાણાકીય વ્યવહારો માં વૃદ્ધિ થઇ. ભારતીય સ્ટાર્ટઅપ્સ એ આ સમયગાળા દરમ્યાન વેન્ચર કેપિટલ ફંડિંગ ના માધ્યમ થી જંગી માત્રા માં મૂડી  ઉભી કરીને તેની મદદ થી ઝડપ થી વૃદ્ધિ પામી રહ્યા છે.

Advertisement

ભારતીય સ્ટાર્ટઅપ્સે 2021માં લગભગ $38 બિલિયનનું ભંડોળ એકત્ર કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવે છે. માર્કેટ રિસર્ચ ફર્મ Tracxn ના રિપોર્ટ અનુસાર, 2020માં કંપનીઓએ સામૂહિક રીતે આશરે $09.3 બિલિયનનું રોકાણ મેળવ્યું હતું.

આ પણ વાંચોઃ Notice For uttarayan: પતંગ ઉત્સવને લઈને અમદાવાદ પોલીસનુ જાહેરનામુ- વાંચો વિગત

2021માં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં અગાઉ ક્યારેય ના હોય એટલો ફંડિંગ નો પ્રવાહ જોયો છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે 12 મહિનાના સમયગાળા દરમિયાન ભંડોળ ઊભું કરવા અને યુનિકોર્નની ટંકશાળ બનાવવાના સંદર્ભમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માર્કેટ રિપોર્ટ અનુસાર, 2021માં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં કુલ રોકાણો $38 બિલિયન ની નજીક હતું. આ 2020 દરમિયાન સ્ટાર્ટઅપ્સને મળેલા કુલ ભંડોળમાં $11.1 બિલિયન કરતાં ત્રણ ગણું વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1,391 સ્ટાર્ટઅપ્સે 2021માં 1,625 સોદામાં $37.98 બિલિયનનું ભંડોળ મેળવ્યું હતું, જેમાં 380 ગ્રોથ-સ્ટેજ તથા લેટ-સ્ટેજ સ્ટાર્ટઅપ્સ, અને 948 પ્રારંભિક તબક્કા ના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. તેમાંથી, 297 સ્ટાર્ટઅપ્સ, મુખ્યત્વે પ્રારંભિક તબક્કાએ, તેમના સોદાનું કદ (ફંડિંગ સાઈઝ) જાહેર કર્યું ન હતું.

Advertisement

માર્કેટ સેગમેન્ટ મુજબ સ્ટાર્ટઅપ ડીલ્સ:

માર્કેટ સેગમેન્ટ્સના સંદર્ભમાં, ફિનટેક 186 સોદા સાથે ટોચ પર હતું, જેમાં સ્ટાર્ટઅપ્સે લગભગ $5.07 બિલિયન એકત્ર કર્યા હતા. પરંતુ, 2021 વર્ષ દરમિયાન એજ્યુકેશન ટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા એકત્ર કરાયેલ રોકાણની કુલ રકમ 141 સોદામાં $5.78 બિલિયન જેટલી વધારે હતી. D2C, SaaS અને હેલ્થટેક 2021 ના વર્ષમાં ટોચ ના મુખ્ય પાંચ સેગમેન્ટની યાદીમાં રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

Advertisement