Woman killed by kite string Bharuch

Woman killed by kite string: ભરૂચમાં ઉત્તરાયણ અગાઉ પતંગની દોરીએ મહિલાનો જીવ લીધો, સારવાર પહેલા જ મોત નિપજ્યુ

Woman killed by kite string: ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી મહિલાને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હતો

ભરુચ, 09 જાન્યુઆરીઃ Woman killed by kite string: ઉત્તરાયણ અગાઉ ભરૂચના ભોલાવ બ્રિજ રોડ પર શનિવારની સાંજે પતંગની દોરીથી મહિલાનું ગળું કપાયું હતું. પતંગની દોરીથી ગળુ કપાતા એક્ટિવા પર જઇ રહેલા મહિલાનું મૃત્યું થયું હતું. જોકે, આ ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે ઘરેથી એક્ટિવા પર 9 વર્ષી દીકરી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થઇ રહી હતી. આ સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી મહિલાને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું.

આ પણ વાંચોઃ Indian startup ecosystem: વર્ષ 2021માં યુનિકોર્નની રેકોર્ડ સંખ્યા સાથે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની અભૂતપૂર્વ છલાંગ

ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની દીકરીના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. આમ મહિલાનું મૃત્યું થતાં 9 વર્ષની દિકરીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી તેમજ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

Whatsapp Join Banner Guj