CM Bhupendra Patel cricket

Chief Minister Bhupendra Patel tried his hand at batting: સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બેટીંગ પર હાથ અજમાવ્યો

Chief Minister Bhupendra Patel tried his hand at batting: સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બેટીંગ પર હાથ અજમાવ્યો. સુરતમાં મેયર કપ ટુર્નામેન્ટમાં ભુપેન્દ્ર પટેલે હાજરી આપી. 8 મહાનગર પાલિકા વચ્ચે રમાઈ રહી છે. ટુર્નામેન્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અર્ધી પીચ પર આવી રમ્યા.

સુરત, 13 મે: Chief Minister Bhupendra Patel tried his hand at batting: હાલમાં સુરતમાં મેયર ક્રિકેટ કપ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. પાંચ દિવસીય આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના મેયર પણ ભાગ લેવા પહોંચ્યા છે. 8 મહાનગર પાલિકા વચ્ચે રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં વિચારોની આપ-લે થશે. સુરત ખાતે યોજાયેલ ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓએ બેટીંગ પર હાથ અજમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરતમાં મેયર કપ ટુર્નામેન્ટમાં ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. 8 મહાનગર પાલિકા વચ્ચે રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટ મુખ્યમંત્રીએ બેટીંગ કરી હતી બેટીંગ કરતી વખતે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અર્ધી પીચ પર આવી રમ્યા હતા. આ તકે ઉપસ્થિતિ સૌ કોઇએ તાળીઓથી વધાવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી હળવી શૈલીમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્રિકેટના રસિયા છે. ત્યારે તેમનો ક્રિકેટના શોખનો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો..Ambaji Honest night Cricket Tournament: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલી ઓનેસ્ટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની પુર્ણાહુતી કરવામાં આવી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્રિકેટના શોખીન છે આ પહેલા પણ અમદાવાદના SGVP ગુરુકુલ ખાતે મુખ્યમંત્રી મેદાન પર ક્રિકેટ રમ્યા હતા. SGVP ગુરુકુલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ હતુ જેમાં તેમણે બેટિંગ પર હાથ અજમાવ્યો હતો. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ દરમિયાન CM  ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ખેલાડી પાસે બેટ માંગી લીધુ હતુ. તેમની ઈચ્છાને જોઈને ખેલાડીઓએ પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. અને મુખ્યમંત્રીને બેટ ગિફ્ટ કર્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે મેયર કપ ટૂર્નામેન્ટનુ આયોજન થાય છે પરંતુ છેલ્લા બે વર્ષે કોરોના હોવાથી બંધ રહ્યુ હતુ જ્યારે આ વર્ષે ફરી આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ટૂર્નામેન્ટનો હેતુ કોર્પોરેશનના કર્મચારી અને કોર્પોરેટરના વિચારના આદાન-પ્રદાનનો છે. તેમજ દરેક કોર્પોરેશનની કામગીરી અંગે ચર્ચા થાય છે. વડોદરામાંથી પણ મેયર અને મ્યુ.કમિશ્નરની ટીમે સુરતમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.આ પહેલા કોર્પોરેટરોએ ત્યાં જઇને પ્રેક્ટીસ પણ કરી હતી. 11 મેથી 15 મે સુધી મેયર કપ ટૂર્નામેન્ટ ચાલનાર છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *