Big revelation in Mohali blast

Big revelation in Mohali blast: મોહાલી બ્લાસ્ટમાં મોટો ખુલાસો : પાકિસ્તાન ISIS અને બબ્બર ખાલસાએ કરાવ્યા હતા હુમલા

Big revelation in Mohali blast: લખવીરસિંહ હતો માસ્ટર માઈન્ડ: ડીજીપીએ જણાવ્યું કે 2017માં કેનેડા સીફ્ટ થયો હતો લખવીરસિંહ અને તે મુખ્ય કાવતરૂ રચનાર છે

નવી દિલ્હી, 13 મે: Big revelation in Mohali blast: મોહાલી હુમલામાં પાકિસ્તાન ISIS ના સમર્થનની સાથે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો હાથ છે. આ ખુલાસો પંજાબ પોલીસના ડીજીપી વી.કે ભાવરાએ શુક્રવારના રોજ ચંદીગઢમાં પત્રકાર પરિષદ કરીને કહી હતી. ડીજીપીએ જણાવ્યું હતું કે 2017માં કેનાડા સીફ્ટ થયો હતો લખવીરસિંહ જે આ કાવતરાનો મુખ્ય આરોપી છે. લખવીરસિંહ તરણતારણ નો રહેવાશીછે. એ એક મોટો ગેંગસ્ટર છે અને હરીન્દરસિંહ રિંદાનો નજીકનો સહયોગી છે.

ડીજીપીએ વધુમાં જણાવ્યું કે મોહાલી હુમલામાં અત્યાર સુધી છ આરોપી પકડાયા છે જેમાંથી ત્રણ તરણતારણના નિવાસી છે. ડીજીપીએ જણાવ્યું કે ચઢતસિંહ અને જગદીપ કંગે મોહાલીમાં રેકી કરી હતી અને નિશાનસિંહને પણ કેટલાક તારિકાથી આરોપીઓની મદદ કરી હતી અને આરોપીનું ઈરાદો ફક્ત ડર બનાવવાનો હતો. હુમલામાં ઇસ્તેમાલ આરજીપી રૂસ કે પછી બલગરીયાની હોઈ શકે છે.

કંગને દિલ્હીથી કરવામાં આવ્યો ગિરફ્તાર 

આ પહેલા સ્ટેટ સ્પેશિયલ સેલને જગદીપસિંહ કંગને ગિરફ્તાર કર્યો હતો. કંગને જિલ્લા અદાલતમાં પેશ કરવામાં આવ્યો, જ્યાં અદાલતે તેને 9 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. બીજી બાજુ ફરીદકોટ પોલીસ દ્વારા પકડાયેલા નિશાનસિંહને સ્પેશ્યલ સેલની ટીમ મોહાલી લઇને આવી હતી. હુમલાને સંબધિત પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા શુક્રવારના આરોપીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લઇ ગયા હતા. પોલીસને ઉમ્મીદ છે કે આ કેસને હલ કરવા માટે નિશાનસિંહ મહત્વની ભૂમિકા ભજવી શકે છે..

આ પણ વાંચો..Chief Minister Bhupendra Patel tried his hand at batting: સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બેટીંગ પર હાથ અજમાવ્યો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *