k kailashnathan

k kailashnathan: સીએમ ભૂપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કે.કૈલાસનાથનની થઈ નિમણૂંક- વાંચો વિગત

k kailashnathan: સીએમ ભુપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નિવૃતિ બાદ લાંબા વર્ષોથી કૈલાસનાથન સીએમઓમાં સેવા આપે છે

ગાંધીનગર, 20 સપ્ટેમ્બરઃ k kailashnathan: ગુજરાતના રાજકારણમાં એકાએક મોટું પરિવર્તન આવતા જ નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપે નો રિપીટની થિયરી અપનાવી. જેમાં જૂના મંત્રીઓને ઘરભેગાં કરી દીધાં. જ્યારે દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની સરકાર જ બદલી નાખવામાં આવી. નવા જ સીએમ અને નવા જ મંત્રીઓ સાથેની એક નવી જ ટીમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુકાન સંભાળી લીધું છે. સીએમ બન્યા પછી એક્શન મોડમાં આવી કાર્યભાર પણ સંભાળી લીધો છે.સાથે સાથે નવા મંત્રી મંડળની પણ જાહેરત થઈ ગઈ છે. અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Accident at the time of Ganesha’s dissolution: ગણેશ વિસર્જન સમયે દેશના અનેક શહેરોમાં દુર્ઘટના, 12 બાળકો સહિત 15 લોકો ડૂબ્યા

ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ સાથે જીત્યા હતા. બીજી તરફ આ વચ્ચે મોટા અહેવાલ સામે આવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નિવૃતિ બાદ લાંબા વર્ષોથી કૈલાસનાથન સીએમઓમાં સેવા આપે છે. ગુજરાતમાં નવી સરકાર કાર્યરત થતા કૈલાસનાથન માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કૈલાસનાથન સેવા આપતા રહેશે.

order of K Kailashnathan101.
Whatsapp Join Banner Guj