Virat kohli

Complained about Virat attitude: ટીમના કેટલાક ખેલાડીઓ કોહલીના વર્તનથી નારાજ, આ ક્રિકેટરોએ ક્રિકેટ બોર્ડને પણ કરી હતી ફરિયાદ

Complained about Virat attitude: કોહલી ઈચ્છતો હતો કે, રોહિત શર્માને વાઈસ કેપ્ટન પદેથી હટાવવામાં આવે.જોકે બોર્ડને આ વાત મંજૂર નહોતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ Complained about Virat attitude: વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાંથી આગામી ટી-20 વર્લ્ડકપ બાદ રાજીનામુ આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ બાબતના પડઘા હજીપ ણ પડી રહ્યા છે અને એ પછી એવુ પણ સામે આવ્યુ હતુ કે, કોહલી ઈચ્છતો હતો કે, રોહિત શર્માને વાઈસ કેપ્ટન પદેથી હટાવવામાં આવે.જોકે બોર્ડને આ વાત મંજૂર નહોતી.

દરમિયાન એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં હવે એવો ઘટસ્ફોટ થયો છે કે, ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ કોહલીના એટિટયુડથી ખુશ નહોતા અને તેમણે બીસીસીઆઈ સચિવ જય શાહને પણ આ અંગે ફરિયાદ(Complained about Virat attitude) કરી હતી.

આ રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનુ સન્માન ગુમાવ્યુ હતુ.કોહલીનુ વર્તન કેટલાક ખેલાડીઓને ગમ્યુ નહોતુ અને કેટલીક વખત પ્લેયરો સાથે તે સન્માનજનક વ્યવહાર પણ કરતો નથી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કોહલીએ કહ્યુ હતુ કે, ખેલાડીઓની અંદર ઝનૂન અને જીતવાનો ઈરાદો નહોતા.આ નિવેદનથી પણ ખેલાડીઓ ખુશ નહોતા.કોહલીને જ્યારે બેટિંગ કોચે સલાહ આપી હતી ત્યારે પણ તે ગુસ્સે થયો હતો અને કોચને કહ્યુ હતુ કે, મને કન્ફ્યુઝના કરો.

આ પણ વાંચોઃ k kailashnathan: સીએમ ભૂપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કે.કૈલાસનાથનની થઈ નિમણૂંક- વાંચો વિગત

કેટલાક ખેલાડીઓની એવી પણ ફરિયાદ હતી કે, કોહલી મેદાન બહાર ખેલાડીઓને જરુર હોય તો પહોંચની બહાર હોય છે.જ્યારે અગાઉ ધોની કેપ્ટન હતો ત્યારે તેના દરવાજા ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લા રહેતા હતા.

દરમિયાન કોહલી સામે મળેલી ફરિયાદો બાદ ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ખુશ નહોતા અને તેમણે કેટલાક બીજા હોદ્દેદારો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી શાસ્ત્રી અને કોહલીની વગ ઓછી કરવા માટે વિચારી રહ્યુ હતુ અને ધોનીને ટીમના મેન્ટર તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય પણ આ યોજનાનો જ એક ભાગ છે

એક પૂર્વ અધિકારીનુ કહેવુ છે કે, કુંબલેને કોચ તરીકે પાછો લાવવા માટે પણ યોજના છે અને તેના થકી બોર્ડ દર્શાવવા માંગે છે કે, ટીમનુ અસલી સંચાલન કોના હાથમાં છે.

Whatsapp Join Banner Guj