Rice water

Benefits of rice water: ચોખાનું પાણી છે ત્વચા માટે વરદાન, જાણો તેના ફાયદા વિશે

Benefits of rice water: ચોખાનું પાણી શુષ્ક ત્વચા, ખીલ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓને દૂર કરીને ત્વચાને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે

હેલ્થ ડેસ્ક, ૧૦ સપ્ટેમ્બર: Benefits of rice water: ચોખાનું પાણી ફેસ વોશ માટે કુદરતી સફાઈનો વિકલ્પ છે. ચોખાના પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. ચોખાના પાણીમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, એમિનો એસિડ, એન્ટી-ઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે.

ચોખાનું પાણી શુષ્ક ત્વચા, ખીલ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓને દૂર કરીને ત્વચાને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે. તેની સાથે ચોખાના પાણીમાં ત્વચામાં બળતરા અને ખંજવાળ ઘટાડવાનો ગુણ પણ હોય છે. તો ચાલો જાણીએ ચોખાના પાણીથી ચહેરો ધોવા અથવા ચહેરા પર પાણી લગાવવાથી થતા ફાયદાઓ વિશે.

ચોખાનું પાણી ત્વચા માટે કુદરતી શુદ્ધિનું કામ કરે છે. ચોખાના પાણીમાં જોવા મળતા તત્વો ત્વચા માટે ક્લીન્સરનું કામ કરે છે, ચોખાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની નિસ્તેજતા દૂર થાય છે. તેની સાથે ત્વચાની તમામ અશુદ્ધિઓ પણ દૂર થાય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે.

ત્વચા પર ચોખાના પાણીનો ઉપયોગ શુષ્ક ત્વચા સાથે બળતરા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચોખાના પાણીમાં ત્વચાની બળતરા ઘટાડવાના ગુણ હોય છે. ઉપરાંત, તે ત્વચાની શુષ્કતા(dryness) દૂર કરવામાં મદદ કરે છે. તેથી, શુષ્ક ત્વચાથી રાહત મેળવવા માટે, તમે નહાવાના પાણીમાં થોડું ચોખાનું પાણી મિક્સ કરી શકો છો. આમ કરવાથી તમને ઘણી રાહત મળશે.

બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને દૂર કરવા માટે ત્વચા પર ચોખાના પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચોખાના પાણીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Center state science and technology ministers conclave: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવનું” ઉદ્ઘાટન વર્ચ્યુઅલી કરશે

Gujarati banner 01