Cancer treatment without chemotherapy

Cancer treatment without chemotherapy: હવે ફેફસાં અને સ્તન કેન્સરની સારવાર કેમોથેરપી વિના પણ કરી શકાશે- વાંચો વિગત

Cancer treatment without chemotherapy: હવે એસ્ટ્રોજન બ્લોકર્સ અને અનેક પ્રકારની દવાઓ વડે કેન્સરની સારવાર કરવાનું શક્ય બન્યું છે. ગાંઠની સપાટી પર આવેલાં ચોક્કસ પ્રોટીન્સને લક્ષ્ય બનાવીને આ દવાઓ તેનો નાશ કરે છે. હવે ઓન્કોલોજિસ્ટ પણ જેનાથી ફાયદો ન થતો હોય તેવી સારવાર આપવાનો આગ્રહ રાખતાં નથી

હેલ્થ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Cancer treatment without chemotherapy: સ્તન કેન્સરની સારવારમાં આવેલી ક્રાંતિને કારણે હવે સ્તન કેન્સરના ઇલાજ માટે કેમોથેરપી કરાવવાનું ફરજિયાત રહ્યું નથી. દાયકાઓ સુધી સ્તન કેન્સરના ઇલાજ માટે કેમોથેરપી જાણે એક નિયમ બની ગયો હતો. હ્યુસ્ટનમાં આવેલા એન્ડરસન કેન્સર સેન્ટરમાં સ્તન કેન્સરના સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કરતાં ડો. ગેબ્રિયલ હોર્ટોબાગયીએ જણાવ્યું હતું કે નવો ડેટા દર્શાવે છે કે કેમોથેરપીના હવે વળતાં પાણી છે. ઘણાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરપી એ હવે ફરજિયાત વિકલ્પ રહ્યો નથી. હવે જેનેટિક ટેસ્ટ કરાવવાથી ખ્યાલ આવે છે કે કેમોથેરપી લાભકારક નીવડશે કે કેમ.

હવે કેન્સરની સારવાર માટે ઘણાં વિકલ્પો મોજૂદ છે. હવે એસ્ટ્રોજન બ્લોકર્સ અને અનેક પ્રકારની દવાઓ વડે કેન્સરની સારવાર કરવાનું શક્ય બન્યું છે. ગાંઠની સપાટી પર આવેલાં ચોક્કસ પ્રોટીન્સને લક્ષ્ય બનાવીને આ દવાઓ તેનો નાશ કરે છે. હવે ઓન્કોલોજિસ્ટ પણ જેનાથી ફાયદો ન થતો હોય તેવી સારવાર આપવાનો આગ્રહ રાખતાં નથી. જેના પરિણામે હજારો કેન્સરના દર્દીઓને હવે આકરી કેમોથેરપીની સારવારમાંથી પસાર થવાની જરૃર પડતી નથી. તેના કારણે દર્દીઓને વાળ ખરવાથી માંડીને હાથ-પગની ચેતાઓને પણ નુકશાન થતું હતું

આ પણ વાંચોઃ Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

યુએસમાં ફેફસાંના કેન્સરથી દર વર્ષે સૌથી વધારે ૬૯,૦૦૦ એમેરિકનો મોતને ભેટે છે. બીજા ક્રમે સ્તન કેન્સર આવે છે જેના કારણે દર વર્ષે અમેરિકામાં ૪૩,૦૦૦ જણાના મોત થાય છે. હવે ફેફસાંના કેન્સરની સારવારમાં પણ કેમોથેરપીનો આગ્રહ રાખવામાં આવતો નથી.

કેન્સરની સારવારમાં આવેલા આ પરિવર્તનનું કારણ સસ્તી અને ઝડપથી થઇ શકતી જિનોમ સિકવન્સિગની કામગીરી છે. હવે એવી ટેકનોલોજી ઉપલબ્ધ છે જેના કારણે ડોક્ટર માટે એ જાણવું શક્ય બન્યું છે કે આ કેન્સરની ગાંઠ ચોક્કસ દવાની સારવારને કારણે મટી જશે કે કેમ. જેનેટિક ટેસ્ટને કારણે હવે ચોકસાઇપૂર્વક જાણી શકાય છે કે કેમોથેરપીને કારણે દર્દીને તેનો લાભ થશે કે નહીં. હાલ બજારમાં સ્તન કેન્સરને ટાર્ગેટ કરતી ૧૪ નવી દવાઓ ઉપલબ્ધ છે. જેમાંથી મોટાભાગની હાલ ક્લિનિકલ ટ્રાયલના તબક્કે છે.

કેમોથેરપીને કારણે કેન્સર મટે કે ન મટે પણ તેની દર્દી પર ગંભીર આડઅસર તો પડતી જ હતી. કેમોથેરપી કરવા છતાં કેન્સરની ગાંઠ એક વર્ષ પછી ફરી જીવંત બની જતી હતી. પાંચ વર્ષ બાદ સર્વાઇવલ રેટ પાંચથી દસ ટકાનો માંડ રહેતો હતો. પછી ૨૦૧૦માં ટાર્ગેટડ થેરપીનો વપરાશ શરૃ થયો. હાલ આવી નવ દવાઓ કેન્સરના દર્દીઓ માટે ઉપલબ્ધ છે. જેમાંથી ત્રણને આ વર્ષના મે મહિનામાં મંજૂરી મળી છે. આશરે ૨૫ ટકા ફેફસાના કેન્સરના દર્દીઓને આ સારવાર આપવામાં આવી છે. આ સારવાર કરાવનારામાંથી પાંચ વર્ષ બાદ અડધા કરતાં વધારે દર્દીઓ જીવિત છે. પાંચ વર્ષ બાદ આ સારવાર કરાવનારામાં સર્વાઇવલ રેટ ૩૦ ટકા થઇ ગયો છે.

આ પણ વાંચોઃ Power cut in Gujarat: ગુજરાતમાં હવે થશે મોટાપાયે વીજકાપ, 6 જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ- વાંચો આ છે કારણ

ફેફસાના કેન્સરની સારવાર માટ પાંચ વર્ષથી બીજી એક સારવાર ઇમ્યુનોથેરપીનો પણ ઉપયોગ થાય છે. જેમાં દવાઓ રોગપ્રતિકાર તંત્રને કેન્સરના કોષ પર ત્રાટકવામાં  સહાય કરે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે ફેફસાના સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કરતાં ડો. ચારૃ અગ્રવાલે જણાવ્યું હતું કે ઇમ્યુનોથેરપી બે વર્ષ માટે આપવામાં આવે છે. પણ તેનાથી દર્દીની આવરદા વધીને બમણી થઇ જાય છે

Whatsapp Join Banner Guj