Garba Guidelines

Garba Guidelines: ગરબામાં ભાગ લેનારે વેક્સિનના બે ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને ધ્યાનમાં લઈ રાજ્યના જિલ્લાઓમાં બહાર પાડ્યા જાહેરનામા!

Garba Guidelines: આ હુકમમાં સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે એમ જણાવ્યું હતું

અમદાવાદ, 07 ઓક્ટોબરઃ Garba Guidelines: નવરાત્રીમાં ગરબામાં ભાગ લેનારે વેક્સિનના બે ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને લઈ રાજ્યમાં લાખો-કરોડો ખેલૈયાઓ બે ડોઝ લીધા નહીં હોય શેરી ગરબા રમવા મુશ્કેલીમાં મુકાય એમ છે. આ હુકમને ધ્યાનમાં લઈ રાજ્યના જિલ્લાઓમાં જાહેરનામા પણ બહાર પડ્યાં છે. જેમાં આ હુકમનો ભંગ કરનારને ધ એપીડેમીક ડિસિસ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ તથા ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે એમ પણ જણાવ્યું છે. જેથી હુકમને કાયદેસર કરાયો છે એમ પણ કહીં શકાય.

આ પણ વાંચોઃ Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

ગુજરાત સરકારના ગૃહ વિભાગે 24મી સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના સંદર્ભે એક હુકમ કર્યો હતો. આ હુકમમાં વેપાર-ધંધા સહિત અન્ય બાબતે દિશાસૂચન તો કર્યા હતા પરંતુ નવરાત્રીને લઈને પણ હુકમ કર્યો હતો. આ હુકમમાં સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે એમ જણાવ્યું હતું. સાથે પાર્ટીપ્લોટ, કલબ, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈપણ જગ્યાએ જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની પરવાનગી આપવામાં આવશે નહીં એમ પણ જણાવ્યું હતું.

નવરાત્રી તહેવાર દરમિયાન દરેક લોકો જેઓ ગરબા રમવા સોસાયટીમાં ભેગા થાય તેઓએ વેક્સિન લીધેલી હોય તે જરૂરી છે. જેઓએ વેક્સિન લીધી છે તેઓ જ ગરબા રમે તે વધુ યોગ્ય છે. તમામ કોર્પોરેટરોને પણ આ માટે જાણ કરી છે. શહેરમાં વધુ વેક્સિનેશન માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ. નવરાત્રી દરમિયાન સોસાયટીઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન અને વેક્સિનેશનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને ગરબામાં પ્રવેશ મામલે સ્થાનિક પોલીસ દ્વારા પણ ચેકિંગ કરવામા આવશે. પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી દીધી છે

આ પણ વાંચોઃ Cancer treatment without chemotherapy: હવે ફેફસાં અને સ્તન કેન્સરની સારવાર કેમોથેરપી વિના પણ કરી શકાશે- વાંચો વિગત

Whatsapp Join Banner Guj