Global Hand Washing Day

Global Hand Washing Day: કોરોના બાદ લોકોને સમજાયુ કે વારંવાર સાબુથી હાથ ધોવાથી 90 ટકા જેટલી ચેપી બીમારીઓથી બચી શકાય

Global Hand Washing Day: હાથ ધોવાની એક ક્રિયા માટે દિવસ ઉજવાય એ હેન્ડ વોશિંગનું મહત્વ દર્શાવે છે

હેલ્થ ડેસ્ક, 15 ઓક્ટોબરઃGlobal Hand Washing Day: કોરોના મહામારીમાં સાબુ કે સેનેટાઇઝરથી હાથ ધોવા પર ખૂબ જ ભાર મુકવામાં આવે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે 15 ઓક્ટોબરને બુધવારે સ્વચ્છતાના આગ્રહ સાથે વિશ્વ સ્તરે હાથ ધોવાના દિવસ (Global Hand Washing Day)ની ઉજવણી કરવામાં આવે છે.. હાથ ધોવાની એક ક્રિયા માટે દિવસ ઉજવાય એ હેન્ડ વોશિંગનું મહત્વ દર્શાવે છે.

એક માહિતી મુજબ જો વારંવાર હાથ ધોવાની ટેવ હોય તો માત્ર કોરોના જ નહી 90 ટકા જેટલી ચેપી બીમારીઓથી બચી શકાય છે. તેમાં ખાસ તો સાબુથી હાથ ધોવાનુ઼ મહત્વ છે. જેનો મુખ્ય હેતુ સ્વચ્છતા અને આરોગ્ય સારૂ રહે તેવો છે.

આ પણ વાંચોઃ Fafda Jalebi: જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો સાબુથી હાથ ધોઇને જમવા બેસવું જોઇએ. જો આમ ન કરવામાં આવે તો સેંકડો સૂક્ષ્મ કિટાણુ આહારમાં ભળે છે. નખકે આંગળા વચ્ચે ફસાયેલા દૂષિત પદાર્થો નુકશાન કરે છે. બીજુ લેટ્રિન ગયા બાદ જો સાબુ વડે બરાબર હાથ ધોવામાં ન આવે તો સેંકડો સૂક્ષ્મ જંતુઓ હાથમાં ભાગોમાં રહેલા હોય તે ખાવાની સાથે પેટમાં પહોંચી આરોગ્યને હાનિ કરે છે. માટે સાબુથી હાથ ધોવાની ટેવ પાડવામાં આવે તો આરોગ્યની વૃદ્ધિ થશે. તેનો લાભ આપણને જ થશે

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં આ દિવસ ઇ.સ.2008થી નિયમિતપણે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2008ના વર્ષને આંતરરાષ્ટ્રીય સેનિટેશન વર્ષ તરીકે જાહેર કરાયું ત્યારે સ્ટોકહોમ ખાતે તા.17થી 23 ઓગસ્ટ 2008 દરમિયાન વર્લ્ડ વોટર વીક ઉજવાયું હતુ. ત્યારે ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો કે 15 ઓક્ટોબર, 2008થી આ દિવસ વૈશ્વિક સ્તરે હાથ ધોવાના દિવસ તરીકે ઉજવાશે.

આ પણ વાંચોઃ Narkotiks reward policy: ગુજરાતમાં નાર્કો રિવોર્ડ પોલિસી લાગુ, નશીલા પદાર્થોની માહિતી આપનારને 2 લાખ સુધીના ઇનામની જાહેરાત

Whatsapp Join Banner Guj