Amit shah warned pakistan

Amit shah warned pakistan:કાશ્મીરમાં વધતી હત્યાઓને લઈને અમિત શાહે પડોશી દેશને આપી ચેતાવણી કહ્યું- ફરી કરી શકીએ છીએ સર્જીકલ સ્ટ્રાઈક

Amit shah warned pakistan: શાહે કહ્યું છે કે જો પાકિસ્તાન ઉલ્લંઘન બંધ નહીં કરે અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાની રમત બંધ નહીં કરે તો તેના પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે

નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ Amit shah warned pakistan: સીમા પર પોતાની નાપાક હરકતો કાયમ રાખનારા પાકિસ્તાનને હવે કેન્દ્રીય ગૃહમંત્રીએ ખુલ્લી ચેતાવણી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે જો પાકિસ્તાન ઉલ્લંઘન બંધ નહીં કરે અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાની રમત બંધ નહીં કરે તો તેના પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે, પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકની યાદ અપાવતા અમિત શાહે કહ્યું, ‘સર્જિકલ સ્ટ્રાઈકે સાબિત કરી દીધું છે કે અમે હુમલા સહન નહીં કરીએ. જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક થશે

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૈસાથી ઉછરી રહેલો આતંકવાદ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી તેની જડ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.
તાજેતરના દિવસોમાં કાયર આતંકવાદીઓએ ઘાટીમાં ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા છે. આ ઉપરાંત આતંકીવાદીઓએ સેના પર પણ હુમલો કર્યો હતો. પડોશી દેશના ઈશારે આતંકવાદીઓની આ લોહિયાળ રમત બાદ આખો દેશ આ સમયે ગુસ્સામાં છે.

આ પણ વાંચોઃ Global Hand Washing Day: કોરોના બાદ લોકોને સમજાયુ કે વારંવાર સાબુથી હાથ ધોવાથી 90 ટકા જેટલી ચેપી બીમારીઓથી બચી શકાય

ઘણા લોકો આ આતંકવાદીઓને જોરદાર જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. દેશની સેનાએ ઘાટીમાં આતંકવાદીઓને જોરદાર વળતો જવાબ પણ આપ્યો છે.. સેનાએ ઘેરાબંધી કરીને આતંકીઓને મોતને ઘાટ ઉતરાવાનુ અભિયાન શરૂ કર્યું છે. કેટલાક આતંકવાદીઓ દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી પણ જીવતા પકડાયા છે, જ્યારબાદ આ આતંકવાદીઓની કબૂલાતથી સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનના પોલ ખુલી ગઈ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગોવામાં હાજર હતા. અહીં તેમણે દક્ષિણ ગોવાના ધારબોન્દ્રા ગામમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરતી વખતે પાકિસ્તાનને કડક અવાજમાં ચેતવણી પણ આપી છે. અમિત શાહે કહ્યું, ‘પીએમ મોદી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરની દેખરેખ હેઠળ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક એક મહત્વનું પગલું હતું. અમે સંદેશો ફેલાવીએ છીએ કે કોઈ પણ ભારતીય સરહદો પર પરેશાન કરી શકતુ નથી. વાત કરવાનો એક સમય હતો પણ હવે પ્રતિક્રિયા આપવાનો સમય છે.

આ પણ વાંચોઃ Fafda Jalebi: જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?

Whatsapp Join Banner Guj