international tea day: જાણો, ચાની શોધ કેવી રીતે થઈ? વાંચો આ રસપ્રદ સ્ટોરી
જાણવા જેવું, 21 મેઃinternational tea day: આજે ઇન્ટરનેશનલ ટી ડે(international tea day) છે. મોટાભાગના લોકોની સવાર ચાથી થાય છે. ‘શું તમે જાણો છો કે ચાની શોધ કેવીરીતે થઈ હતી? ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેમના ઘરે બનતી ચા કેવી રીતે વિશ્વની પંસદ બની. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 4700 વર્ષ પહેલા એટલેકે 2700 ઈ.સ પૂર્વે ચાની શોધ થઈ હતી, પરંતુ ત્યારે ચા ફક્ત રાજાશાહીમાં પીરસાતી હતી. એટલેકે ફક્ત રાજાઓ જ પીતા હતાં.

હકીકતમાં ચાની શોધ ભૂલથી થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ ચાઈનાના બીજા રાજા શેન નૂંગે ભૂલથી ચાની શોધ કરી હતી. ખરેખર, એવુ થયુ હતુ કે શેનને ગરમ પાણી પીવાની ટેવ હતી. એક વખત તેમનો સેવક તેમના માટે પાણી ગરમ કરી રહ્યો હતો, જેમાં ભૂલથી ચાના પાંદડા પડી ગયા. આ પાણી જ્યારે રાજાએ પીધુ ત્યારે એક અલગ પ્રકારની તાજગીનો અહેસાસ થયો. તેમણે સેવકને પૂછ્યું કે આ ગરમ પાણીમાં શું મિલાવ્યુ હતું તો તેણે રાજાને આખી વાતનો ચિતાર આપ્યો. બસ ત્યારથી તેઓ ચા પીવા લાગ્યા.

ચા ફક્ત તમને તાજગી નહીં પરંતુ સાથે-સાથે શક્તિ પણ આપે છે અને આખરે એ જ કારણ છે કે ચીને 4700 વર્ષ પહેલા શોધેલી ચા અંગે નવમી સદી સુધી દુનિયાને જાણ થઈ નહોતી. બાદમાં જાપાનને આ અંગે ખબર પડી એટલે જાપાને આ વાત યુરોપ સુધી પહોંચાડી. આવી રીતે ચા દુનિયામાં પ્રખ્યાત થઈ. ભારતમાં પણ ચાનું મહત્વ કોઈ ઔષધિથી ઓછું નથી. માથુ દુ:ખતુ હોય તો કડક ચા, શરદી ખાંસી થઈ હોય તો આદુવાળી ચા, ત્યાં સુધી કે આળસ દૂર કરવી હોય તો પણ ચા કામ આવે છે. ચા અહીં દરરોજ જીવનમાં ઉપયોગી છે. જેના વગર લોકોના દિવસની શરૂઆત થતી નથી.
ચીનના ચાના રહસ્યને એક બૌદ્ધ સાધુએ સૌપ્રથમ જાપાનમાં જઈ ઉજાગર કરી નાખ્યું. ત્યારબાદ ચીન પાસેથી ચાનો એકાધિકાર ખત્મ થયો. આખી દુનિયામાં ચાની વાત પ્રસરી ગઈ. પહેલા જાપાન અને પછી યુરોપમાં ચાનો ઉપયોગ થયો. ચા મામલે ચીન બાદ વિશ્વમાં ભારતનો બીજો નંબર છે. ભારતમાં ચા અંગે ખબર પડી તો આસામમાં ફરી રહેલા એક અંગ્રેજને જાણવા મળ્યું કે ભારતના લોકો પાણીમાં કોઈ સ્થાનિક છોડના પાંદડા નાખી તેનો ઉકાળો બનાવીને પીવે છે.

જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મેજર જનરલ અરૂણાચલ પહોંચ્યા તો ફરી એક વખત તેમની તબિયત ખરાબ થતાં ત્યાંના લોકોએ તેમને દવા તરીકે ચા આપી ત્યારે આ વાત ખુલીને સામે આવી. ત્યારબાદ કોલકત્તામાં બૉટેનિકલ ગાર્ડનમાં ચાની પત્તીઓ મોકલવામાં આવી અને તપાસના બે તબક્કા બાદ છેલ્લે તેને ‘આસામ ટી’ના રૂપમાં ઓળખ મળી. આ ઘટના 1831 થી 1834 વચ્ચેની છે.
નોંધનીય છે કે, દેશમાં ખૂબ જ ઓછા લોકોને આ વાતની ખબર છે કે ભારતના 16 રાજ્ય ચાનું ઉત્પાદન કરી રહ્યાં છે. ભારતમાં મળતી ચાની વિવિધતાની સામે આજે વિશ્વ બજારમાં ચીન પાછળ છે. ભારતમાં આસામ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશોમાં ચાનું ઉત્પાદન થાય છે.
આ પણ વાંચો…..