821919 clock

Unique watch: અનોખી ઘડિયાળ જેમાં ક્યારેય નથી વાગતા 12, તેની પાછળ રહેલુ છે આ રહસ્ય..!

Unique watch: આ જ ઘડિયાળમાં 12 વાગતા નથી પરંતુ અહીંની બધી ઘડિયાળમાં 12 ન વાગતા હોય તેવી અનેક ઘડિયાળ છે

જાણવા જેવું, 29 જૂનઃ Unique watch: સામાન્ય રીતે દરેક ઘડિયાળમાં 1થી 12 વાગ્યા સુધીનો સમય હોય છે. પરંતુ વિશ્વના આ શહેરની ઘડિયાળમાં ક્યારેય 12 વાગતા જ નથી. સ્વિટઝર્લેન્ડના સોલોથર્ન શહેરના ટાઉન સ્ક્વેયર પર આ ઘડિયાળ(Unique watch) લગાવવામાં આવી છે. આ ઘડિયાળમાં 12ની જગ્યાએ 1થી 11 સુધીના જ આંકડા છે. એવુ નથી કે આ જ ઘડિયાળમાં 12 વાગતા નથી પરંતુ અહીંની બધી ઘડિયાળમાં 12 ન વાગતા હોય તેવી અનેક ઘડિયાળ છે.

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

આ શહેરની વિશેષતા છે કે અહીંના લોકોને 11 અંક સાથે વિશેષ લગાવ છે. ફક્ત ઘડિયાળ(Unique watch)માં જ પણ દરેક કાર્યમાં અને દરેક ડિઝાઇનમાં 11 નંબરની વિશેષ મહત્વ આપે છે. એટલુ જ નહીં ચર્ચમાં બેલ વાગવાની ગણતરી પણ 11-11ની આસપાસ જ રાખવામાં આવે છે. શહેરના સેંટ ઉર્સૂસનામના મુખ્ય ચર્ચમાં તો 11 નંબરનું વિશેષ મહત્વ છે. ચર્ચ બનતા 11 વર્ષ થયા હતા, ચર્ચમાં સીડીના પગથિયા પણ 11 છે, એક હરોળમાં 11 બેન્ચ, 11 દરવાજા અને 11 ઘંટ છે.

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

11 નંબરના મહત્વ પાછળ એક વાત એમ પણ છે કે, અહીંના લોકો ખૂબ જ મહેનત કરતા હતા, તેમ છંતા તેમના જીવનમાં દરિદ્રતા જ હતી. લાબાં સમય બાદ અહી પહાડોમાંથી અલ્ફ(Elf) આવવા લાગ્યા, જે લોકો માટે શુભ સાબિત થયા. તેમના આવવાથી લોકોના જીવનમાં આનંદ છવાઇ ગયો. એક પૌરાણિક કથા અનુસાર, જર્મનીના લોકોનું માનવું છે, અલ્ફમાં અલૌકિક શક્તિઓ છે, તેઓ અલ્ફને પણ 11 નંબર સાથે જ જોડે છે.

આ પણ વાંચોઃ GB Whatsapp: ડાઉનલોડ કરતાં પહેલાં જાણો શું છે જીબી વોટ્સએપ?