Instagram WhatsApp and Facebook back up after global outage

GB Whatsapp: ડાઉનલોડ કરતાં પહેલાં જાણો શું છે જીબી વોટ્સએપ?

GB Whatsapp  યુઝર્સને કસ્ટમાઇઝેશન સુવિધા પણ પૂરી પાડે છે. તેમાં કેટલીક વધારાના ફીચર્સ પણ છે જે તેનો ઉપયોગ સરળ બનાવે છે

કામની વાત, 29 જૂનઃ GB Whatsapp: જે લોકો સોશિયલ મીડિયાનો યુઝ કરતા હશે તેમને ખબર હશે કે આજકાલ GB WHATSAPP ને લઇને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ GB WHATSAPP  છેવટે શું છે? સાંભળ્યું છે કે આ ખૂબ જ ખતરનાક છે, ચાલો તમને જણાવીએ કે GB WHATSAPP  શું છે અને તે તમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.

તે WHATSAPP નું ક્લોન છે અથવા કહી શકાય કે તે તેનું ફોર્ક્ડ વર્ઝન છે. અહીં યુઝર્સ તે જ રીતે ચેટ, કોલિંગ વગેરે કરી શકે છે જેવી રીતે વોટ્સએપમાં કરી શકે છે. GB Whatsapp  યુઝર્સને કસ્ટમાઇઝેશન સુવિધા પણ પૂરી પાડે છે. તેમાં કેટલીક વધારાના ફીચર્સ પણ છે જે તેનો ઉપયોગ સરળ બનાવે છે. આ એપ્લિકેશન યુઝર્સની પર્સનલ ડિટેલ્સ માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. જાણો GB Whatsapp ના ગેરફાયદા શું છે.

GB Whatsapp

સૌથી મોટી વાત એ છે કે જો તમે GB Whatsapp નો ઉપયોગ કરો છો, તો તમારું રિયલ WHATSAPP  એકાઉન્ટ બ્લોક કરવામાં આવી શકે છે. આ ક્લોન એપ્લિકેશન યુઝર્સનો ડેટા ચોરી કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી.

જીબી વોટ્સએપ(GB Whatsapp)ને ડાઉનલોડ કરવા માટે, તેની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી પડશે જે સુરક્ષિત વિકલ્પ નથી. જો તમે તમારું અસલ WHATSAPP  ડીલીટ કરી નાંખવા માંગતા નથી, તો તમારે આ એપ્લિકેશનથી દૂર જ રહેવુ જોઇએ.

નોંધનીય છે કે, ફક્ત WHATSAPP  જ નહીં, અન્ય કોઈપણ એપ્લિકેશનને ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. કોઈની એપીકે ફાઇલ ડાઉનલોડ કરશો નહીં. આ જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત, તે તમને ઘણું નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચોઃ Vaccine passport: કોવિશીલ્ડને શા માટે નથી મળ્યો યુરોપિયન યુનિયનનો ‘વેક્સિન પાસપોર્ટ’? EMA એ આપ્યુ આ કારણ- વાંચો સંપૂર્ણ વિગત