vaccine passport 1

Vaccine passport: કોવિશીલ્ડને શા માટે નથી મળ્યો યુનિયનનો `વેક્સિન પાસપોર્ટ’? EMA એ આપ્યું આ કારણ? વાંચો સંપૂર્ણ અહેવાલ

Vaccine passport: ગ્રીન પાસ માટે યુરોપીય સંઘ દ્વારા કોવિશીલ્ડને હજુ સુધી મંજૂરી નથી મળી તેના પર યુરોપિયન મેડિસિન એજન્સીએ નિવેદન જાહેર કર્યું

નવી દિલ્હી, 29 જૂનઃ Vaccine passport: વિદેશ જવા માટે કોરોનાની વેક્સિન લેવી ફરજીયાત થઇ ગઇ છે. હવે વેક્સિન લેવા માટે પણ નિયમ આવી ગયો છે કે ભારતથી રસી લઇને વિદેશ જનારાને કોવિશીલ્ડ માન્ય ગણાશે નહીં. હવે ગ્રીન પાસ માટે યુરોપીય સંઘ દ્વારા કોવિશીલ્ડને હજુ સુધી મંજૂરી નથી મળી તેના પર યુરોપિયન મેડિસિન એજન્સીએ નિવેદન જાહેર કર્યું છે. EMA એ સ્પષ્ટ કર્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ હજુ સુધી મંજૂરી નથી મળી કારણકે તેની પાસે યુરોપિયન યુનિયનમાં પોતાની વેક્સિન વેચવાની મંજૂરી નથી. નોંધનીય છે કે ગ્રીન પાસ(Vaccine passport)ને EUનો વેક્સિન પાસપોર્ટ માનવામાં આવે છે તેની મદદથી યુરોપના દેશોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સરળ રહે છે.

EMA ના કોમ્યુનિકેશન ઓફિસર જાલા ગ્રુડનિકએ જણાવ્યું કે યુરોપિયન યુનિયનમાં કોવિશીલ્ડ વેક્સીન પાસે હજુ માર્કેટિંગનો અધિકાર નથી. ભલે તે એસ્ટ્રાજેનેકાની વૈક્સજેવરિયા વળી ઉત્પાદન ટેક્નિક પર જ કેમ ન બની હોય. પરંતુ નિર્માણની પરિસ્થિતિઓમાં જરા પણ ફેરફાર ફાઇનલ પ્રોડક્ટમાં ફેરફાર લાવી શકે છે. કહેવાય છે વેક્સિન બાયોલોજીકલ પ્રોડક્ટ છે એટલે આમ થાય છે.

કોવિશીલ્ડએ ઇયુની મંજૂરી માટે શું કરવું પડશે તેની પણ જાણકારી આપવામાં આવી છે.કહેવામાંઆવ્યું છે કે EU નિર્માણ સ્થળ અને ઉત્પાદન પ્રક્રિયાની તપાસ કરશે. ત્યારબાદ જ તેને મંજૂરી મળી શકશે. EMA તરફથી આગળ કહેવામાં આવ્યું છે કે હાલતો એસ્ટ્રાજેનેકા તરફથી માત્ર વૈક્સજેવરિયા વેક્સિન માટે જ વિપણન પ્રાધિકરણ અરજી મળી છે. જેની તપાસ EMA તરફથી મંજૂરી મળી છે. કહેવાય છે કે જો વેક્સિન ઉત્પાદક તરફથી જો આવેદન કરવામાં આવશે તો તે અંગે આગળ વિચારવામાં આવી શકે છે.

Whatsapp Join Banner Guj

EMA અત્યારસુધી કુલ 4 વેક્સિનને મંજૂરી આપી છે, તેમાં કોમિરનાટી (બાયોટેક-ફાઇઝર), મોડર્ના, વૈક્સજેવરિયા (ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા) અને જોનસન (જોન્સન એન્ડ જોન્સન)સામેલ છે. વાસ્તવમાં, ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાએ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને પોતાની વેક્સિનને કોવિશીલ્ડ નામ આપ્યું છે. જયારે બ્રિટન અને યુઓપિયન દેશોમાં તેનું નામ વૈક્સજેવરિયા છે.

ગ્રીન પાસ(Vaccine passport)ના લાભ વિશે વાત કરીએ તો ગ્રીન પાસ સિસ્ટમમાં એક સર્ટિફિકેટ મળશે, જેના પર ક્યુઆર કોડ હશે તેનો  ફાયદો થશે કે યુરોપિયન દેશોમાં મુસાફરી કરનાર પ્રવાસીઓને, ક્વોરેન્ટાઇન, બીજા કોરોના ટેસ્ટના ચક્કરમાં નહીં પડવું પડે, આ સર્ટિફિકેટ પર પહેલેથી જ લખેલું હશે કે મુસાફરને વેક્સિન ક્યારે આપવામાં આવી છે, ક્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, અને ક્યારે તે મુસાફર કોરોનાથી રિકવર થયો હતો.

આ પણ વાંચોઃ Unique watch: અનોખી ઘડિયાળ જેમાં ક્યારેય નથી વાગતા 12, તેની પાછળ રહેલુ છે આ રહસ્ય..!