Hatkeshwar Temple:આજે હાટકેશ જયંતી, જાણો વડનગરમાં આવેલા હાટકેશ મંદિરના ઇતિહાસ વિશે…
Hatkeshwar Temple: ગુજરાતમાં PM મોદીના વતન વડનગરમાં લગભગ 2000 વર્ષ જુનુ ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે

ધર્મ ડેસ્ક, 22 એપ્રિલઃ Hatkeshwar Temple: આજે ચૈત્ર સુદ-૧૪ના રોજ ભગવાન હાટકેશ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં PM મોદીના વતન વડનગરમાં લગભગ 2000 વર્ષ જુનુ ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે. અહીં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. શહેરની બહાર 17મીં સદીમાં બનેલું આ તીર્થસ્થળ હાટકેશ્રર મહાદેવને સમર્પિત છે. જે વડનગર બ્રાહ્મણોના પ્રમુખ દેવતા છે. આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું હતું.
લગભગ 2000થી પણ વધુ જુના આ મંદિર વિશે માન્યતા છે કે શ્રી હાટકેશ્વર મહાદેવનું લિંગ પૃથ્વીના નીચે સુધી જાય છે જે સ્વયંભૂ છે. હાટકેશ્વર મંદિરની પ્રમુખ મુર્તિ ભગવાન શિવની છે આ મંદિર નાગ રાજા હરિરાજ નાયક દ્વારા 1402માં બનાવવામાં આવ્યું હતું.
કિંવદંતી અનુસાર, નાગ રાજ જેમણે હાટકેશ્વર મંદિર બનાવ્યું હતું તે રાજા બાબુરાવના દાદા હતા. ઘણા લોકોનું માનવું છે કે રાજા બાબુરાવે પોતાના પિતા અર્જુનને વડનગર શહેરમાં હાટકેશ્વર મંદિર બનાવવામાં મદદ કરી હતી. મંદિર એક રાષ્ટ્રીય વિરાસત છે જેમાં મંદિરના અંદર અને બહાર કલાત્મક કોતરણી કરવામાં આવી છે. સુંદર શિલ્પ કૌશલ અને પથ્થરોની કોતરણી પ્રાચીન કથાઓનું વર્ણન કરે છે.
આ રીતે પડયું હાટકેશ્વર નામ
હાટક એટલે કે સુવર્ણથી બનેલું લિંગ. એક બ્રાહ્મણે મહાદેવની ખુબ આરાધના કરી હતી ત્યારે હાટકેશ્વર તેનાથી પ્રસન્ન થયા હતા. ત્યારે જે પાતાળમાં હાટકેશ્વર હતા તેમણે પૃથ્વી ઉપર આવવા કહેતા મહાદેવે મારૂ લિંગ તો અતુલ સ્વરૂપે છે તેથી તેને બદલે તમે સુવર્ણ લિંગ બનાવી પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરવું તેમ જણાવતા હાટકમાંથી જે લિંગ બન્યું તેને હાટકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.