vineeta

Vineeta Singh Death News Viral: સુગર કોસ્મેટિક્સના સ્થાપક અને સીઈઓ વિનીતા સિંહની મોતના સમાચાર થયા વાયરલ, જાણો શું છે હકીકત?

Vineeta Singh Death News Viral: વિનીતાએ કહ્યું- સૌથી ખરાબ ત્યારે લાગે છે જ્યારે લોકો ગભરાઈને મારી માતાને કોલ કરે છે.

નવી દિલ્હી, 21 એપ્રિલઃ Vineeta Singh Death News Viral: સુગર કોસ્મેટિક્સના સ્થાપક અને સીઈઓ વિનીતા સિંહને જાણતા જ હશો. તે શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજની ભૂમિકા ભજવે છે. વિનિતા સિંહની મોતની ખબરો સોશિયલ મીડિયામાં અચાનક વાયરલ થવા લાગી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આવી પોસ્ટ કરી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

આ પણ વાંચો:- Gujarat Weather Update:કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો કઇ તારીખે પડશે કમોસમી વરસાદ?

જોકે આ વાત તદ્દન ખોટી છે સુગરની CEO વિનિતાએ જાતે સામે આવીને આ વાતનો ખુલાસો કર્યો છે. વિનિતાએ તેના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર ખોટી ખબરો ફેલાવામાં આવી હોવાની વાત કરી મેટા અને સાયબર પોલીસની મદદ માગી છે.

વાસ્તવમાં ગઈકાલે નહી પણ છેલ્લા કેટલાક સમયથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ફેસબુક પર વિનીતા સિંહના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. જ્યારે આ અહેવાલો બંધ ન થયા, ત્યારે વિનીતા સિંહને મદદ માટે એક્સ પાસે આવવું પડ્યું. વિનીતા સિંહે કહ્યું કે તેણે આ ખોટા સમાચારો અંગે મેટા અને મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહોતો.

વિનીતા સિંહે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘છેલ્લા 5 અઠવાડિયાથી હું મારા મૃત્યુ અને મારી ધરપકડના ખોટા સમાચારના પેઇડ પીઆર સાથે સંઘર્ષ કરી રહી છું. શરૂઆતમાં મેં તેની અવગણના કરી. આ પછી મેટામાં ઘણી વખત તેની જાણ કરવામાં આવી હતી. મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી, પરંતુ તેના પછી પણ સમાચાર અટક્યા ન હતા. સૌથી ખરાબ ત્યારે લાગે છે જ્યારે લોકો ગભરાઈને મારી માતાને કોલ કરે છે. જે સાથે વિનિતાએ કેટલીક પોસ્ટમાં તેમના મોતની ખબરો ફેલાઈ તે શેર કર્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો