Mukesh Dalal win

Mukesh Dalal win: લોકસભામાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ જાહેર- વાંચો વિગત

Mukesh Dalal win: ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા, જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા.

whatsapp banner

સુરત, 22 એપ્રિલઃ Mukesh Dalal win: આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 3 વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે. કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા,.

જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા. આ પૈકી ભાજપ સિવાયના સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કલેક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ થોડીવારમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે.

સુરત બેઠક પરથી આઠ પૈકી સાત ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ આજે બે વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચ્યું ન હતું. બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્યુ હતું. મુકેશ દલાલ બિનહરીફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા હતા અને તેમના ઘર પર પણ તાળું હતું. આ વચ્ચે અચાનક તે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા છે. એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે.

આ પણ વાંચો:- Hatkeshwar Temple:આજે હાટકેશ જયંતી, જાણો વડનગરમાં આવેલા હાટકેશ મંદિરના ઇતિહાસ વિશે…

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો