Gandhinagar Civil Hospital: ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં લાગી આગ- વાંચો વિગત
Gandhinagar Civil Hospital: હોસ્પિટલના ગાયનેક વિભાગમાં અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી
ગાંધીનગર, 22 એપ્રિલઃ Gandhinagar Civil Hospital: ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આજે (સોમવાર) આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી.
ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.