Plant3

Vastu tips: સૂર્યાસ્ત પછી વૃક્ષો-છોડ સાથે છેડછાડ કરશો નહીં, જાણો કારણો…

Vastu tips: રાત્રે તેમના આરામમાં ખલેલ પહોંચાડવી અને સૂતી વખતે તેમને જગાડવું એ શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવે છે

અમદાવાદ, ૧૨ નવેમ્બર: Vastu tips: સનાતન ધર્મમાં આવી અનેક પરંપરાઓ છે, જે સદીઓ વીતી જવા છતાં આજે પણ ચાલે છે. આ પરંપરાઓ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો છે, જે આટલો લાંબો સમય વીતી જવા છતાં પણ કરોડો લોકોને માર્ગદર્શન આપે છે. આવી જ એક મહાન પરંપરા એ છે કે રાત્રે વૃક્ષો અને છોડના પાન ન તોડવા અને તેની સાથે છેડછાડ ન કરવી. શું તમે આનું કારણ જાણો છો? જો નહીં તો વાંધો નથી. આજે અમે તમને તેના કારણો વિશે વિગતવાર જણાવીશું.

પુરાણોમાં વૃક્ષો અને છોડને મનુષ્યની જેમ જીવંત પ્રાણી માનવામાં આવ્યા છે, જે દિવસ દરમિયાન જાગે છે અને સૂર્યાસ્ત પછી આરામ કરે છે. તેથી રાત્રે તેમના આરામમાં ખલેલ પહોંચાડવી અને સૂતી વખતે તેમને જગાડવું એ શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત પછી પરિવારના વડીલો વૃક્ષો અને છોડને ચીડાવવા અને તેના પાંદડા તોડવાની ના પાડે છે.

વાસ્તુ અનુસાર, અંધારું થયા પછી ઝાડ સાથે છેડછાડ ન કરવાનું એક કારણ એ છે કે ઝાડ પર પક્ષીઓ અને નાના જંતુઓ અને જીવાત હોય છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે ઝાડને હલાવો અથવા તેના પાંદડા તોડી નાખો, તો તે પક્ષીઓની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને તેઓ પરેશાન થઈ જાય છે. તેનું પરિણામ બીજા સ્વરૂપે ભોગવવું પડશે.

રાત્રિના સમયે વૃક્ષો અને છોડના પાન ન તોડવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણો છે. હકીકતમાં, રાત્રે, ઓક્સિજનને બદલે, છોડ કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં જો મનુષ્ય અંધારામાં ઝાડ-છોડ નીચે જાય છે તો તેને ઓક્સિજનની અછતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે રાત્રે ઝાડ નીચે સૂવું અને તેના પર ચડવાની મનાઈ છે.

આ પણ વાંચો: WR principal chief commercial manager praveen parmar: પશ્ચિમ રેલવેના પ્રિન્સિપાલ ચીફ કોમર્શિયલ મેનેજર તરીકે પ્રવીણ પરમારે કાર્યભાર સંભાળ્યો

Gujarati banner 01