BJP congess

BJP-congress candidates list: ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જારી કરી ઉમેદવારોની લિસ્ટ, જાણો સંપૂર્ણ માહિતી

  • આપમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી

BJP-congress candidates list: ગુજરાત વિધાનસભા માટે ભાજપે વધુ 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ગાંધીનગર, ૧૨ નવેમ્બર: BJP-congress candidates list: ગુજરાત વિધાનસભા માટે ભાજપે વધુ 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. નવી યાદીમા ભાવનગર પૂર્વ, ધોરાજી, ખંભાળીયા, ડેડીયાપાડા, ચોયાર્સી અને કુતિયાણાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસે પર 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા આપમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીના નામ દાખલ કરવાની તારીખ નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવા લાગી ગઈ છે. હાલમા જ ભાજપે પહેલી યાદી જાહેર કરી 160 ઉમેદવારોના નામ આપ્યા હતા. હવે ભાજપ દ્વારા વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા ભાવનગર પૂર્વમાંથી સેજલ પંડ્યા, ધોરાજીથી મહેન્દ્રભાઈ પડાળિયાને, ખંભાળીયાથી મુળુ બેરા, ડેડીયાપાડાથી હિતેશ વસાવા, ચોયાર્સીથી સંદીપ દેસાઈ અને કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકીટ આપવામાં આવી છે.

બીજી બાજુ ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. આપમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકીટ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ કોંગ્રેસની ત્રીજી યાદી છે. આ પહેલા કોંગ્રેસે બે યાદી જાહેર કરી હતી.

7 નામ

હવે આ યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમા રાપરથી બચ્ચુભાી અરેઠીયા, વઢવાણથી તરૂણ ગઢવી, રાજકોટ ઇસ્ટથી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ધારીથી ડો. કીર્તિ બોરીસાગર, નાંદોદ-એસથી હરેશ વસાવા, નવસારીથી દીપક બારોઠ અને ગઢવી-એસટીથી અશોકભાઈ લાલુભાઈ પટેલ (શંકરભાઈ વી પટેલની જગ્યાએ)ને ટિકીટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Vastu tips: સૂર્યાસ્ત પછી વૃક્ષો-છોડ સાથે છેડછાડ કરશો નહીં, જાણો કારણો…

Gujarati banner 01