jee advanced result announced

jee advanced result announced: જયપુરનો મૃદુલ દેશમાં પહેલા ક્રમે, તો અમદાવાદનો નમન સોની છઠ્ઠા ક્રમે, ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થી

jee advanced result announced: પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. નમન સોની નામના વિદ્યાર્થીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. વિદ્યાર્થી નમન સોનીએ ટોપ-50 સુધીમાં રેન્ક આવવાની ગણતરી કરી હતી અને તેની છઠ્ઠી રેન્ક આવ્યો છે

નવી દિલ્હી, 15 ઓક્ટોબર: jee advanced result announced: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)એ JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરી દીધુ છે. JEE એડવાન્સ્ડની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું. જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ છે. ગુજરાતના નમન સોની (છઠ્ઠી રેન્ક), અનંત કિડામબી (13મી રેન્ક), પરમ શાહ (52મી રેન્ક), લિસન કડીવાર (57મી રેન્ક), પાર્થ પટેલ (72મી રેન્ક), અને રાઘવ અજમેરા (93મી રેન્ક) ટોપ 100માં સ્થાન પામ્યા છે.

JEE નું પરિણામ આવ્યું છે, દેશની ખ્યાતનામ IIT માં પ્રવેશ માટે JEE એડવાન્સ ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. નમન સોની નામના વિદ્યાર્થીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. વિદ્યાર્થી નમન સોનીએ ટોપ-50 સુધીમાં રેન્ક આવવાની ગણતરી કરી હતી અને તેની છઠ્ઠી રેન્ક આવ્યો છે.

આ પણ વાંચોઃ Jamnagar congress: જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ વધતી મોંઘવારીને લઇ વિરોધ પ્રદર્શન

નમન સોનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં JEE એડવાન્સ માટે 9માં ધોરણમાં હતો ત્યારથી મહેનત શરૂ કરી હતી. મારા પિતા બિઝનેસમેન છે અને માતા હાઉસ વાઈફ છે. બંને લોકોનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે. રોજ 4-5 કલાક રીડિંગ રાખ્યું હતું અને ૩ કલાકના કોચિંગ કર્યા હતા. મારી સાથે મારી નાની બહેન જે 8માં ધોરણમાં ભણે છે તે પણ ભણતી હતી.

કોરોનામાં પણ ઓનલાઇન ક્લાસ હોવા છતાં ઘરે ઓફલાઈન ક્લાસ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. મેં મહેનત કરી હતી જેના પરથી મને આશા હતી કે માટે ટોપ-50માં મારી રેન્ક આવશે. પરંતુ પરિણામ આવ્યું ત્યારે મારો છઠ્ઠી રેન્ક હતી, જે જાણીને મને ખૂબ ખુશી થઈ છે. મારા ગણતરી કરતા પરિણામ સારું આવ્યું છે. હવે IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સ કરવાની મારી ઈચ્છા છે.

આ પણ વાંચોઃ Parineeti start new film shooting: પરિણિતી ચોપરાએ સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી કહી આ વાત

ઉલ્લેખનીય છે કે, જયપુરના મૃદુલ અગ્રવાલે ઓલ ઈન્ડિયા ટોપ કર્યુ છે. તેણે 360માંથી 348 માર્કસ મેળવ્યા છે. જે પરીક્ષાના ઈતિહાસમાં સૌથી વધારે છે. આ પહેલા મૃદુલે JEE મેન્સમાં પણ ટોપ કર્યુ હતુ. મૃદુલ હવે આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગે છે. ફ્યુચરમાં તેને પોતાનુ સ્ટાર્ટ અપ શરૂ કરવુ છે. તેના પિતા પ્રદીપ અગ્રવાલ એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટ મેનેજર છે. તેનુ કહેવુ છે કે, મને પરિવારે અને શિક્ષકોએ અભ્યાસ માટે મોટિવેટ કર્યો હતો.આ પહેલા JEE મેન્સમાં પણ તેણે આખા દેશમાં 100 પર્સેન્ટાઈલ સાથે ટોપ કર્યુ હતુ. તેને 300માંથી 300નો સ્કોર મળ્યો હતો. JEE એડવાન્સમાં દેશમાંથી 1.41 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 41862 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

Whatsapp Join Banner Guj