USA garba pic

Navratri Festival of Arsetia: અમેરિકાના લોસ ઍન્જેલસમાં રહેતા ગુજરાતી ભારતીયો દ્વારા નવરાત્રી મહોત્સવનું આર્સેટિયા ખાતે આયોજન

Navratri Festival of Arsetia: મેયર ટ્રેવેનોના હસ્તે પ્રવીણ પટેલ, યોગી પટેલ, પરિમલ શાહ, રાજેન્દ્ર વોરા તથા અન્ય મહાનુભાવોનું હિન્દુ હેરિટેજનું પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું.

ર્સેટિયા, ૧૬ ઓક્ટોબર: Navratri Festival of Arsetia: આસો માસની ઍકમથી નોમ સુધી નવરાત્રી અને દશમે વિજ્યા દશમીની ભારતમાં ઉજવણી થાય છે. જા કે જ્યાં જયાં ભારતીયો વસે છે જ્યાં પણ નવરાત્રીïની ખાસ ઉજવણી થાય છે ઍમાં પણ ગુજરાતી હોય તો પરંપરાગત રીતે નવરાત્રી ઉજવાય છે. અમેરિકાના લોસ ઍન્જેલસમાં રહેતા ગુજરાતી ભારતીયો દ્વારા નવરાત્રી મહોત્સવનું આર્સેટિયા ખાતે આયોજન થાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાય છે અને ગરબામાં ભાગ લે છે.

આ પણ વાંચો…Robotic technology Cyber ​​Knife: હવે રોબોટીક તકનીકની મદદથી “સાઇબર નાઇફ” મશીન કેન્સરનું સચોટ નિદાન અને સારવાર કરશે

દેશમાં હાલ નવરાત્રીનો મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાઈ રહ્ના છે. ત્યારે અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીનું આયોજન થાય છે. (Navratri Festival of Arsetia) લોસ ઍન્જેલસના આર્સેટિયા શહેરમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે દર વર્ષ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ, લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ તથા મંદિરના ટ્રસ્ટી પ્રવીણ પટેલ તથા અન્ય હોદ્દેદારોનો સહયોગ રહે છે.

Navratri Festival of Arsetia, Yogi Patel

રાધાકૃષ્ણ મંદિરમાં પરંપરાગત રીતે મા અંબાની મૂર્તિને ગરબાનું સ્થાપન કરીને નવરાત્રી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ મહોત્સવમાં અમેરિકાની જાણીતી હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહે છે. બુધવારની રાત્રીઍ યોજાયેલા ગરબા મહોત્સવમાં આર્સેટિયાના મેયર રેને ટ્રેવેનો, કાઉન્સિલમેન અલીતાજ, આર્સેટિયાના કાઉન્સિલ વુમન મેલીસ્સા રેમોસો, લોસ ઍન્જેલસ કાઉન્ટીના સુપરવાઈઝર હિલદા સિલિકા ખાસ ઉપસ્થિત રહ્ના હતા. મેયર ટ્રેવેનોના હસ્તે પ્રવીણ પટેલ, યોગી પટેલ, પરિમલ શાહ, રાજેન્દ્ર વોરા તથા અન્ય મહાનુભાવોનું હિન્દુ હેરિટેજનું પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj