USA Tulsi

Tulsi vivah: અમેરિકાના કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિર ખાતે રવિવારે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો

Tulsi vivah: હિન્દુધર્મની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ સહિત દેવગણ ચાર મહિનાની યોગનિંદ્રામાંથી જાગે છે. તુલસીમાતાને મા-લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે

કેલિફોર્નિયા, 25 નવેમ્બરઃ Tulsi vivah: ભારતીયો વિદેશમાં વસી જાય પણ ઍ પોતાની સાંસ્કૃતિકï પરંપરાને જાળવી રાખવાનું ભૂલતા નથી. ભારતમાં ઉજવાતા મોટા તહેવારોની ઉજવણી વિદેશમાં થવી સ્વાભાવિક છે, પણ નાના-નાના તહેવારો પણ ઉજવવાનું ચૂક્તા નથી. અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનું આયોજન થયુ હતું. શાસ્ત્રોક્તવિધિ સાથે યોજાયેલા તુલસીવિવાહમાં ભક્તિમય માહોલ સર્જાય હતો.


ભારતમાં કારતક માસની ઍકાદશીઍ તુલસીવિવાહનું આયોજન કરવામાં આવે છે. હિન્દુધર્મની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ સહિત દેવગણ ચાર મહિનાની યોગનિંદ્રામાંથી જાગે છે. તુલસીમાતાને મા-લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીમાતાના ભગવાન શાલીગ્રામ જે ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિક છે. ઍની સાથે વિવાહ કરવામાં આવે છે. આ દિવસે તુલસીમાતાને શ્રૃંગાર કરવામાં આવે છે.
અમેરિકાના કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિર ખાતે રવિવારે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો હતો.

તુલસીમાતા ઍટલે કે કન્યાપક્ષ તરફથી લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલનો પરિવાર તથા અજિતાબેન હર્ષદભાઇ ભૂવા રહ્ના હતો. જ્યારે લાલજી મહારાજ તરફે નિકુંજ કિશોરભાઇ શાહ રહ્ના હતા. ઢોલનગારા સાથે લાલજીનો વરઘોડો નીકળ્યો હતો. શાસ્ત્રોક્તવિધિથી થયેલા વિવાહïમાં સોનિયાબેન તથા યોગી પટેલ દ્વારા કન્યાદાન કરાયું હતું. આ પ્રસંગે યોગી પટેલના માતૃશ્રી ઉર્મિલાબેન, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અોફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલભાઇ શાહ તેમનો પરિવાર તથા મોટી સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્ના હતા.

આ પણ વાંચોઃ free ration: કેબિનેટે ગરીબો માટે લીધો મહત્વનો નિર્ણય, માર્ચ 2022 સુધી સરકાર આપશે ફ્રી રાશન

Whatsapp Join Banner Guj