blackheads

Getting rid of blackheads: બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

Getting rid of blackheads: ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓની મદદથી પણ તમે હઠીલા બ્લેકહેડ્સને ટાટા-બાય કહી શકો છો.

હેલ્થ ડેસ્ક, 21 એપ્રિલ: Getting rid of blackheads: ધૂળ,તડકો અને પ્રદૂષણને કારણે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે. બ્લેકહેડ્સ પણ તે સમસ્યાઓમાંથી એક છે. બ્લેકહેડ્સ નાના પિમ્પલ્સ જેવા દેખાય છે. જે લોકોની તૈલી ત્વચા હોય છે તેમના ચહેરા પર પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ થવું સામાન્ય બાબત છે. તેનાથી છુટકારો મેળવવા માટે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, પરંતુ ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓની મદદથી પણ તમે હઠીલા બ્લેકહેડ્સને ટાટા-બાય કહી શકો છો.

1. સ્ટ્રોબેરી – સ્ટ્રોબેરી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના પલ્પમાં લીંબુ ભેળવીને લગાવવાથી બ્લેકહેડ્સથી છુટકારો મળે છે.

2. હળદર – એક ચમચી હળદરમાં નારિયેળ તેલના થોડા ટીપાં મિક્સ કરો. બ્લેકહેડ્સ પર લગાવો અને થોડા સમય બાદ  હૂંફાળા પાણીથી ધોઈ લો.

3. ગ્રીન ટી – ગ્રીન ટીના પાંદડાને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને બ્લેકહેડ્સની જગ્યાએ લગાવો, તેનાથી કાળા ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

4. કેળાની છાલ – કેળાની છાલના રેશા વાળા ભાગને તમારા ચહેરાની તે જગ્યા પર ઘસો જ્યાં બ્લેકહેડ્સ હોય અને થોડીવાર પછી તેને ધોઈ લો.

5. બટેટા – બટેટાચહેરા પર હાજર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને દૂર કરે છે તેમજ કરચલીઓથી બચાવે છે.

6. લીંબુ – લીંબુ ત્વચા માટે ફાયદાકારક છે. અસરગ્રસ્ત જગ્યા પર લીંબુ, ખાંડ અને મધની પેસ્ટ લગાવવાથી બ્લેકહેડ્સ ઓછા થઈ જશે.

આ પણ વાંચો..Dehydration: ગરમીની સિઝનમાં શરીરને હાઈડ્રેટ રાખવા આ પીણાંનું અચૂક કરો સેવન

Gujarati banner 01