jignesh mewani arrested

jignesh mewani arrested: જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કરી ધરપકડ- વાંચો શું છે સમગ્ર મામલો?

jignesh mewani arrested: પોલીસે હજુ FIRની નકલ આપી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી

ગાંધીનગર, 21 એપ્રિલઃjignesh mewani arrested: વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

જો કે પોલીસે હજુ FIRની નકલ આપી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી. આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી છે.

જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મધરાતે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે, ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’ આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ પેપર ફૂટવાનો કિસ્સો યથાવત, વીર નર્મદ યુનિ.નું Economics paper leak: બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર લીક થતા પરીક્ષા થઇ રદ

આ પણ વાંચોઃ Summer disease: અસહ્ય ગરમીથી લોકોને થઇ રહી છે આ બીમારી, મહાનગરોમાં ડિહાઇડ્રેશનના કેસ વધ્યા- વાંચો શું છે લક્ષણ અને ઉપાય?

Gujarati banner 01