weight

Healthy Habits: જો તમે વધુ પડતા વજન ના લીધે હેરાન થાઓ છો, તો આજે જ અપનાવો આ 7 ઉપાયો

Healthy Habits: એક અભ્યાસ મુજબ લાંબા સમય સુધી હેલ્ધી આદતોને ફોલો કરીને તમે વજન વધવા અને મેદસ્વિતા જેવી ઘણી સમસ્યાઓને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. તેથી, જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો, તો તમારે તમારી કેટલીક આદતોને દૂર કરવી પડશે અને કેટલીક નવી આદતો અપનાવીને તમારા વધેલા વજનને નિયંત્રિત કરવી પડશે. આવો જાણીએ કઈ છે તે નવી આદતો

1. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક કે બે ટીપા લીંબુનો રસ અને એક નાની ચમચી મધ નાખીને પીવો. તેનાથી તમે દિવસભર હળવાશ અને તાજગીનો અનુભવ કરશો.

2. સવારે કરવામાં આવતી 30-45 મિનિટની કસરત ખૂબ જ ફાયદાકારક છે. આમ કરવાથી વજન તો ઘટે છે સાથે જ ડાયાબિટીસ અને હ્રદયની બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે.

Advertisement

3. સવારે ઉઠ્યા પછી તરત જ ખાલી પેટ ચા ન પીવી. ખાલી પેટ ચા અને કોફી પીવાથી એસિડિટી થાય છે અને અપચો અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.

4. હાઈ પ્રોટીન નાસ્તો પેટ ભરેલું રાખે છે અને હાઈ પ્રોટીન નાસ્તો શરીરમાં ભૂખ લાગવાના હોર્મોન્સ ઘટાડવાનું કામ કરે છે, જેનાથી વજન પણ ઓછું થાય છે.

5. શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે સપ્લીમેન્ટ્સ લેવા કરતાં તડકામાં બેસવું વધુ ફાયદાકારક છે. તેથી, સવારે વહેલા ઉઠ્યા પછી, ઓછામાં ઓછા 15 મિનિટ સૂર્યપ્રકાશ લો.

Advertisement

6. સારા સ્વાસ્થ્ય માટે 8-10 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. સંપૂર્ણ ઊંઘ ન મળવાને કારણે મેટાબોલિઝમ પણ સરખી રીતે કામ કરતું નથી અને શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે.

7. દિવસભર તમારી જાતને અમુક પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. જેમ કે ચાલવું, સાયકલ ચલાવવું, નૃત્ય કરવું વગેરેથી પણ વજન ઘટે છે.

આ પણ વાંચો..Munmun dutta: ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ના ચાહકોને લાગશે આંચકો! આ અભિનેત્રી પણ છોડી શકે છે શો…

Advertisement
Gujarati banner 01