Kedarnath Dham pilgrims trapped

Kedarnath Dham pilgrims trapped: કેદારનાથ ધામ તીર્થયાત્રીઓ ફસાયા, હવામાન સાફ થયા બાદ મુસાફરોને રવાના કરાશે

Kedarnath Dham pilgrims trapped: હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં

નવી દિલ્હી, 23 મેઃ Kedarnath Dham pilgrims trapped: હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં સવારેથી જ વરસાદ ચાલુ છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદની વચ્ચે તીર્થયાત્રી ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તો વળી જિલ્લા પ્રશાસને રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ સુધી મુસાફરોની રોકી રાખ્યા છે.ગૌરીકુંડમાં મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે તીર્થયાત્રીઓ ઠેકઠેકાણે ફસાયેલા છે.

હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે. 

આ પણ વાંચોઃ River Link Project: પાર – તાપી – નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનાં રદ મામલે કોંગ્રેસે કહ્યું ભાજપ લોલીપોપ આપી રહી છે- વાંચો વિગત

ઠંડી અને વરસાદની વચ્ચે કેદારનાથના દર્શન કરવા માટે લોકો લાઈનોમાં લાગેલા છે. આજે સવારે પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓને રોકી રાખવામા આવ્યા છે. તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે.

હવે મૌસમ સાફ થતા તેમને કેદારનાથ બાજૂ મોકલવામાં આવશે. સતત થઈ રહેલા વરસાદના કારણે પોલીસ પ્રશાસને મુસાફરોને સુરક્ષિત જગ્યાએ રોકી રાખ્યા છે. હવામાન ખરાબ હોવાના કારણે કેટલાય સેવાઓ બંધ પડી છે. કેદારઘાટીમાં વરસાદના કારણે ધુમ્મસ છવાયેલો છે.

આ પણ વાંચોઃ Dola mata mandir: ગુજરાતનું એક એવુ મંદિર, જ્યાં લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા- ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં

Gujarati banner 01