River Link Project

River Link Project: પાર – તાપી – નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનાં રદ મામલે કોંગ્રેસે કહ્યું ભાજપ લોલીપોપ આપી રહી છે- વાંચો વિગત

River Link Project: દિલ્હી સરકાર નો પ્રોજેકટ રાજ્ય ના મુખ્ય મંત્રી કઈ રીતે રદ કરી શકે..તેમજ દિલ્હી સરકાર નું કોઈ નોટિફિકેશન મળ્યું નથી…એટલે આ માત્ર ચૂંટણી ને પગલે આદિવાસીઓને રીઝવવા ના પ્રયાસ ના ભગરુઓએ પ્રોજેકટ રદ કયો છે વધુમાં કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માત્ર રદ થયા ની પ્રેસ કોંફરન્સ કરવા માટે સુરત આવ્યા હતા તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે..

સુરત, 23 મેઃ River Link Project: પાર – તાપી – નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ નાં વિરોધમા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોંફરન્સ કરાઈ હતી જેમાંકોંગ્રેસના ધારાસભ્યો આનંદભાઈ ચૌધરી અનંતભાઇ પટેલ,પુનાજી ગામીત,સુનીલભાઈ ગામીત સંબોધન કરતા કહ્યું પાર – તાપી – નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ રદ કરાઈ છે તે માત્ર સરકાર લોલીપોપ આપી રહી છે તેમજ આવનારી ચૂંટણી ને ધ્યાનેને લઈને આ રદ કરાઈ છે.

35 હજાર પરિવાર હેરાન થઈ રહ્યો છે

છેલ્લા ઘણા સ્મયથીઆ પ્રોજેકટ રદ કરવાની માનગઝફહે આંદોલન કરી રહ્યા છે કારણ કે કેટલાક આદિવાસીઓની જમીન પણ જાય એમ છે કેટલા લોકો બેધર થઈજાય તેમ છે..જ્યાં સુધી રદ કરવાનો પત્ર નહિ મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની વાત કોંગ્રેસે કરી હતી

આ પણ વાંચોઃ Dola mata mandir: ગુજરાતનું એક એવુ મંદિર, જ્યાં લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા- ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં

વધુમાં કોંગ્રેસના ધારાસભ્યો કહ્યું કે આગામી દિવસોમાં ચીખલી ખાતે દેશના વડાપ્રધાન નો કાર્યક્રમ હોવાથી આ પ્રોજેકટ રદ કરવા માટે લોલીપોપ ભાજપ સરકારે આપ્યાના આક્ષેપ કર્યા છે વધુમાં કહ્યું હતું કે દિલ્હી સરકાર નો પ્રોજેકટ રાજ્ય ના મુખ્ય મંત્રી કઈ રીતે રદ કરી શકે..તેમજ દિલ્હી સરકાર નું કોઈ નોટિફિકેશન મળ્યું નથી.

એટલે આ માત્ર ચૂંટણી ને પગલે આદિવાસીઓને રીઝવવા ના પ્રયાસ ના ભગરુઓએ પ્રોજેકટ રદ કયો છે વધુમાં કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માત્ર રદ થયા ની પ્રેસ કોંફરન્સ કરવા માટે સુરત આવ્યા હતા તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે..

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Jug Jug Jiyo Film controversy: ફિલ્મ ‘જુગ જુગ જિયો’ વિવાદમાં, અબરાર ઉલ હક ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહર વિરુદ્ધ લીગલ એક્શન લેશે

Gujarati banner 01