kitchen garden article

kitchen garden: ચોમાસાની સીઝનમાં તમારા કિચન ગાર્ડનને કંઈક આ રીતે સજાવો…

kitchen garden: કિચન ગાર્ડનમાં તમે મરચાં, ટામેટાં, રીંગણ, કેપ્સિકમ, કોબીના બીની વાવણી કરી તેને નર્સરીના જેમ તૈયાર કરી શકો

લાઇફસ્ટાઇલ ડેસ્ક, 25 જુલાઇઃ kitchen garden: નાના મોટા સૌ કોઈને ગમતી એવી ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુ ફૂલ-છોડ માટે પણ એટલી જ ફાયદાકારક હોય છે.  ચોમાસાનું શુદ્ધ પાણી છોડને વધુ ફાયદાકારક હોય છે, પણ સૌથી મોટો પડકાર એ હોય છે કે છોડને વધુ પડતાં પાણીથી બચાવવું. આવો જાણીએ તેની સંભાળ કેવી રીતે રાખવી.

આ પણ વાંચોઃ Guru purnima celebration in GTU: જીટીયુ દ્વારા ગુરૂપૂર્ણિમાની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી

કેવા પ્રકારના છોડ તમે ઉગાડી શકો આ સમયમાં?

  • kitchen garden: આ સીઝનમાં તમે ડહેલિયા, ક્રોટન, ડ્રેસિના, દેશી ગુલાબ, ગાર્ડનિયા, એક્ઝોરા વગેરે છોડને આ ઋતુમાં લગાવી શકો.
  • તુલસી ઓછી થઈ ગઈ હોય અને નવી રોપવી હોય તો તેના માટે બેસ્ટ સમય છે. ઝડપથી ઉગવા લાગશે આ સીઝનમાં.
  • નર્સરીમાંથી લાવીને કેરી, જામફળ, નારંગી, લીંબુ, પારીજાત, રાત-રાણી, જૂહી, ચમેલી વગેરે ઉગાડી શકો.

કિચન ગાર્ડન(kitchen garden) માટે શું કરવું?

કિચન ગાર્ડનમાં તમે મરચાં, ટામેટાં, રીંગણ, કેપ્સિકમ, કોબીના બીની વાવણી કરી તેને નર્સરીના જેમ તૈયાર કરી શકો. ભીંડાને પણ આ સીઝનમાં વાવી શકો. ટામેટાં અને મરચાંના બી વાવી દીધા હોય તો છોડ તૈયાર કરવા આ મહિનો વધારે સારો છે.

આ પણ વાંચોઃ Raj kundra case: ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, રાજ કુંદ્રાના ચાર કર્મચારી સરકારી સાક્ષી બનવા માટે તૈયાર- વાંચો વિગતે

માટીમાં પોષણ માટે આ રીત અપનાવો?

વધુ પડતા વરસાદથી માટીમાંથી પોષક તત્ત્વો ધોવાઈ જતા હોય છે. તેથી છોડને યોગ્ય પોષણ મળી શકે, તેના માટે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવા જૈવિક ખાતરને કુંડામાં તથા ક્યારામાં સારી રીતે નાખો.

આ પણ વાંચોઃ World wrestling championship: ભારતીય ખેલાડી પ્રિયા મલિકે કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો!

kitchen garden: વધારે પડતું પાણી છોડ, ક્યારા કે લોનમાં ન ભરાય તેના માટે શું કરશો?

વધારે પડતા વરસાદના કારણે ક્યારામાં, લોનમાં અને કુંડામાં પાણી ભરાય છે, તે છોડ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લોન- લોનને તૈયાર કરતા હોવ તે સમયે જ પાણીનો નિકાસ સારી રીતે થાય છે કે નહીં તે જોઈ લેવું. લોનમાં એક તરફ હળવો ઢાળ આપવો જેનાથી વરસાદ સમયે વધારાનું પાણી તેમાંથી બહાર જતું રહે.

ક્યારા- ક્યારા તૈયાર કરતી વખતે તેમાં બે ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી માટીને અલગ કરી દો. ત્યારબાદ તેમાં બે-ત્રણ ઈંચનો પત્થર અથવા ઇંટના ટુકડાં ગોઠવી દો. હવે તેમાં એક તૃતીયાંશ ભાગ ખાતર નાખો. અને તે નાખ્યા બાદ પાવડાની મદદથી માટીને ખેંચીને એક બાજુ ઢાળ બનાવી લો.

કુંડા- નાના કે મોટા કુંડામાં છિદ્રો ખુલ્લા રાખો, અને તેની નિયમિત રીતે માવજત કરતા રહો. જેથી કુંડામાં પાણી ભરાય નહીં. જો સતત વરસાદ પડતો હોય તો કુંડાને તમે તે દિવસોમાં આડા પણ રાખી શકો છો.

Whatsapp Join Banner Guj