Raj Kundra

Raj kundra case: ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, રાજ કુંદ્રાના ચાર કર્મચારી સરકારી સાક્ષી બનવા માટે તૈયાર- વાંચો વિગતે

Raj kundra case: કુન્દ્રાની સીક્રેટ તિજોરી માથી જે બોક્સ મળી આવ્યા છે, તેમાંથી એક બોક્સમાં 51 વીડિયોઝ પોલીસના હાથે લાગ્યા

બોલિવુડ ડેસ્ક, 25 જુલાઇઃ Raj kundra case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રાજ કુન્દ્રાની ઓફીસમાં કાર્યરત ચાર કર્મચારીઓ હવે સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થયા છે. અને આ કાર્યનો પર્દાફાશ કરવામાં પોલીસની પણ મદદ કરશે. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલની સામે આ ચારેય કર્મચારીઓએ મોટા રાઝ ખોલ્યા છે. સૂત્રોથી મળતી માહિતીમુજબ કેવી રીતે સમગ્ર રેકેટ ચાલતું હતું તેની પણ જાણકારી આપી છે.

આ પણ વાંચોઃ World wrestling championship: ભારતીય ખેલાડી પ્રિયા મલિકે કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો!

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Raj kundra case)પૂછપરછમાં રાજ કુન્દ્રાના કર્મચારીઓએ જણાવ્યું કે માત્ર દોઢ વર્ષમાં અશ્લીલ ફિલ્મ વીડિયો દ્વારા અંદાજીત 25 કરોડ રૂપિયાની રાજ કુન્દ્રાએ કમાણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અશ્લીલ ફિલ્મ ફિલ્મો દ્વારા જે કમાણી થતી હતી તેપહેલા કેનેરિન કંપનીને મોકલવામાં આવતી હતી, અને પછી બીજા રસ્તે રાજકુન્દ્રા સુધી પહોંચતી હતી. હવે ક્રાઈમ બ્રાન્ચને એ શંકા છે કે બીજે રસ્તો ક્રિપ્ટો કરન્સીનો હોઈ શકે છે. પોલીસ હવે તેની તપાસ કરી રહી છે કે કયા રસ્તા દ્વારા પૈસા રાજ કુન્દ્રા સુધી પહોંચતા હતા.

આ પણ વાંચોઃ olympic: સુમિત નાગલ ઓલિમ્પિકમાં ટેનિસની સિંગલ્સ મેચ જીતનારો ત્રીજો ભારતીય, હવે બીજા રાઉન્ડમાં રશિયાના મેડ્વેડેવ સામે ટક્કર

ત્યારે બીજી તરફ કુન્દ્રાની સીક્રેટ તિજોરી માથી જે બોક્સ મળી આવ્યા છે, તેમાંથી એક બોક્સમાં 51 વીડિયોઝ પોલીસના હાથે લાગ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાના કર્મચારીઓએ જ પૂછપરછમાં જ ઓફિસની અંદર હાજર સિક્રેટ તિજોરીનો રાઝ ક્રાઈમબ્રાન્ચને જણાવ્યો હતો. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શનિવારે જ કુન્દ્રાની ઓફીસમાં ફરીથી એક વખત દરોડા પાડ્યા હતા

આ પણ વાંચોઃ Public V/s Government: જાન બચાવવાનું ભાન !

સરકારી (Raj kundra case)સાક્ષી બનવા તૈયાર હતા તેવા કર્મચારીઓના જણાવ્યા અનુસાર અશ્લીલ ફિલ્મોથી થતી કમાણીના તમામ દસ્તાવેજો આ આલમારીમાં રાખેલા હતા. ગહાના વશિષ્ઠ અને ઉમેશ કામતની ધરપકડ થયા બાદ આજ રીતે તેમણે તમામ દસ્તાવેજોને આ કબાટમાં છુપાડી દીધા હતા. જેથી કરીને પોલીસના હાથે કંઈ લાગે નહી

Whatsapp Join Banner Guj