Priya Malik

World wrestling championship: ભારતીય ખેલાડી પ્રિયા મલિકે કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો!

World wrestling championship: ભારતની મહિલા ખેલાડી પ્રિયા મલિકે હંગેરીમાં આયોજીત ચેમ્પિયનશિપમાં મહિલાઓના 75 કિલોગ્રામ ભારવર્ગમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 જુલાઇઃ World wrestling championship: વિશ્વ કૈડેટ ચેમ્પિયનશિપમાં ભારતના હાથે મોટી સફળતા લાગી છે. ભારતની મહિલા ખેલાડી પ્રિયા મલિકે હંગેરીમાં આયોજીત ચેમ્પિયનશિપમાં મહિલાઓના 75 કિલોગ્રામ ભારવર્ગમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચોઃ NDRF: વડોદરા એન.ડી.આર.એફ ના જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત બે ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં યોગદાન આપ્યું

પ્રિયાએ વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશિપમાં બેલારૂસની પહેલવાનને 5-0થી હરાજી સુર્વણ પદક પોતાના નામે કર્યો છે.પ્રિયા 2019માં પુણેમાં ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ, 2019માં દિલ્હીમાં 17મી સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને 2020મા પટના નેશનલ કેડેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.પ્રિયા મલિકે વર્ષ 2020માં થયેલી રાષ્ટ્રીય શાળાકીય રમતોમાં ગોલ્ડ મેડલ જીતેલા છે

આ પણ વાંચોઃ Public V/s Government: જાન બચાવવાનું ભાન !

નોંધનીય છે કે, મીરાંબાઈ ચાનુએ શનિવારે જ ટોક્યો ઓલમ્પિક્સમાં દેશ માટે રજત પદક જીત્યો હતો અને ઇતિહાસ રચ્યો હતો. પ્રિયા મલિકની સફળતાથી દેશને ગર્વની વધુ તક પણ મળી છે. પ્રિયાની આ સફળતા પર, ટ્વિટર પર લોકોએ તેને અભિનંદન આપ્યા છે. પ્રિયા ચૌધરી ભરતસિંહ મેમોરિયલ સ્પોર્ટ્સ સ્કૂલ નિદાનીની ખેલાડી છે

Whatsapp Join Banner Guj