Rakhi Gift

Rakhi Gift: રક્ષાબંધનપર બહેનોને ગિફ્ટ આપવામાં કન્ફ્યુઝ્ડ છો તો જરુરથી વાંચો આ 10 આઇડિયા..!

Rakhi Gift: બહેનને રક્ષાબંધન પર આપો તેને ગમતી ભેટ

Rakhi Gift: શ્રાવણ મહિનાની શરુઆતની સાથે જ તહેવારોની સિઝન શરુ થઇ જાય છે. તેમાં ખાસ કરીને છોકરીઓ રક્ષાબંધનની રાહ જોતી હોય છે. આ એક એવો પર્વ છે, જેમાં બહેનો પોતાના ભાઇને પ્રેમથી રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે. જેમાં ભાઇની સલામતી, સ્વસ્થતા અને પ્રગતિની પ્રાર્થના કરે છે. તો બીજી તરફ ભાઇઓ પણ બહેનને ભેટમાં શું આપવું તેને લઇને વિચારો કરતા હોય છે. ભાઇ બહેનનો સંબંધ ખાટો મીઠો હોય છે જેમાં રુઠવાનું અને મનાવવાનું તો હોય સાથે પ્રેમ-લાગણીથી ભરપુર હોય છે.

તો તમે પણ આ રક્ષાબંધન પર બહેનને ભેટમાં શું આપવું તેને લઇને વિચારણા કરી રહ્યાં છો તો આવો ગિફ્ટ આપવાના 10 આઇડિયા વિશે વાત કરીએ…

કોસ્મેટિક આઇટમ– જો તમારી બહેનને મેકઅપનો શોખ હોય તો તેને તમે કોસ્મેટિક આઇટમ ગિફ્ટ કરી શકો છો. મેકઅપ બોક્સ કે પછી અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ એક સાથે ગિફ્ટ કરી શકો છો. તેનાથી તમારી બહેનમાં આત્મિયતાનો ભાવ જાગશે તથા તે ખૂશ થશે. 

ડ્રેસ- સાડી: આ સૌથી સામાન્ય ભેટ છે. જો તમે પોતાની બહેનને સાડી આપશો તો તે કોઇપણ ફંક્શનમાં પહેરી શકશે. મહિલાઓનો પસંગીનો ડ્રેસ સાડી જ હોય છે. બહેન પરણેલી હોય કે કુંવારી હોય તેને તમે સાડી ગિફ્ટ કરી શકો છો. 

ઇલેક્ટ્રોનિક વસ્તુ– જો તમારી બહેનને ગીત સાંભળવુ પસંદ કરે છે, તો તેને હેડફોન કે સ્પીકર જેવી વસ્તુ ગિફ્ટ આપી શકે છે. તેનો ઉપયોગ કરતી વખતે તે પોતાના ભાઇને યાદ કરશે. તથા તે ખૂશ થશે.  

ચોક્લેટ્સ અલગ-અલગ ફ્લેવરની ચોક્લેટ્સના ડબ્બા પોતાની બહેનને ગિફ્ટ કરી શકો છો. તે ફ્લેવરનું ખાસ ધ્યાન રાખો કે તમે જે ફ્લેવર લઇ રહ્યાં છો તે તમારી બહેનની ફેવરિટ હોય. 

પુસ્તક – જો તમારી બહેનને વાંચવાનો શોખ હોય તો સારા પુસ્તક તેને ગિફ્ટ કરી શકો છો. તમે જાણી લો કે તમારી બહેનનો ફેવરિટ રાઇટર કોણ છે અને તેમની લખેલી બુક તેને ગિફ્ટમાં આપો તે ખૂબ જ ખુશ થશે. 

ફોટો ફ્રેમ– આજકાલ દરેક છોકરીઓને ફોટો પડાવવાનો ખૂબ જ શોખ હોય છે, તે સાથે પોતાના ફોટો ઘરમાં રાખવા પણ તેઓ પસંદ કરે છે. તમારી બહેનને પણ આવો જ શોખ હોય તો તમે ફોટો ફ્રેમ ગિફ્ટ કરી શકો છો. 

orh8vqmjIT

જ્વેલરી– દરેક મહિલાને જ્વેલરીનો શોખ હોય જ છે. તમારી બહેનને કેવી જ્વેલરી પસંદ છે તે જાણી લો. ત્યાર બાદ ચાંદી, સોનાની કે પ્લેટીનમ કે પછી ઇમિટેશનની જ્વેલરી ગિફ્ટમાં આપી શકો છો. 

હોમ એપ્લાયન્સિસ– તમારી બહેનને કુકિંગનો શોખ હોય તો ટોસ્ટર, સેન્ડવિચ મેકર, બ્લેન્ડર, ચોપર, માઇક્રોવેવ જેવી વસ્તુ આપી શકો છો.

મોબાઇલ ફોન– આજકાલના સમયમાં મોબાઇલ ફોન જરુરીયાત બની ગયો છે. તમારી બહેનને જે કંપનીનો સ્માર્ટ ફોન ગમતો હોય તેવો તમારા બજેટ અનુસાર તેને ગિફ્ટ કરી શકો છો. 

ફિટનેસ બેન્ડ: હાલના સમયમાં દરેક લોકો પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે, જેના કારણે માર્કેટમાં ફિટનેસ બેન્ડ પણ ખૂબ જ વેચાઇ રહ્યાં છે. તમે તમારી બહેનને ફિટનેસ બેન્ડ ગિફ્ટ કરી શકો છો. તે પણ એક સારો ઓપ્શન છે.

Whatsapp Join Banner Guj