Mahila congress fights

Congress woman president blows: કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મહિલા પ્રમુખ વચ્ચે જાહેરમાં મારામારી

Congress woman president blows: કંસારાની કોંગ્રેસની રેલી બાદ કોર્પોરેશન સામે રોડ પર બન્ને મહિલા અગ્રણીઓ ગાળાગાળી કરી લાફા ઝીંકી દીધા

એહવાલ: અનિલ વનરાજ

ભાવનગર, ૧૯ અગસ્ત: Congress woman president blows: કંસારા સજીવીકરણના પ્રોજેક્ટમાં દબાણ કર્તાઓને હટાવવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતા આજે કોંગ્રેસ દ્વારા કાઢેલી રેલી બાદ કોર્પોરેશનની સામે રોડ પર શહેર કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મહિલા પ્રમુખ વચ્ચે માત્ર તુ તુ.. મે મે..અને ગાળાગાળી જ નહીં પરંતુ જાહેરમાં છુટા હાથની મારામારી સર્જાઈ હતી. પૂર્વ મેયરને તો બે લાફા પણ ઝીંકી દીધા હતા. જાહેરમાં કોંગ્રેસના મહિલા અગ્રણીઓ વચ્ચે મારામારી સર્જાવા છતાં કોંગ્રેસ તરફથી કોઈ પગલા નહીં લેવાતા ભારે ચર્ચા જાગી હતી.

Congress woman president blows: કંસારાના દબાણકારોને નહીં હટાવવા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઢવી કોર્પોરેશન કચેરી સામે ઉભા હતાં ત્યારે મિડીયા સમક્ષ પોતાનું મંતવ્ય રજુ કરવા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નીતાબેન રાઠોડને આગળ આવવા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ કહેતા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ દર્શનાબેન જોષીને લાગી આવતા મને કેમ ના બોલાવી કહી પારૂલબેન સાથે રકઝક કરી, ગાળા ગાળી કરી ઉપરા ઉપરી બે લાફા ચોડી દીધા.

આ પણ વાંચો: Mouni Roy: મૌની રોયે પાથર્યા કાયાના કામણ, ફિટનેસ અને ફિગરની લોકો કરી રહ્યા છે પ્રશંસા ; જુઓ તસવીરો

સામે પારૂલબેને પણ હાથાપાઇ કરી. બન્ને બથ્થમબથ આવી કપડા ખેંચતા પાસે રહેલા કોંગ્રેસના કોર્પોરેટર જીતુભાઈ સોલંકીએ વચ્ચે પડી માંડ માંડ બન્ને મહિલા અગ્રણીઓને છુટા પડાવ્યા હતાં. બન્ને મહિલા અગ્રણી વચ્ચે લાંબા સમયથી રાગ દ્વેષ શરૂ છે અને સોશિયલ મિડીયામાં પણ આમને સામને પ્રહારો શરૂ હોવાનું કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે. કોંગ્રેસના મહિલા અગ્રણીઓ જાહેર રોડ પર ગાળા ગાળી અને છુટા હાથે મારા મારી કરતા કોંગ્રેસની આબરૂના લીરા ઉડ્યા હતાં છતાં કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે પગલા ભરવા કોઈ કાર્યવાહી થઈ નહીં.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો