1080x360 1624765677 1

200 years gujarati journalism: પહેલી જુલાઈ દર વર્ષે ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવાશે

200 years gujarati journalism: મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનનું પુણ્ય સ્મરણ કરીને હવેથી દર વર્ષે પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું

નવી દિલ્હી, 01 જુલાઇઃ 200 years gujarati journalism: ગુજરાતી અખબારી દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા પહેલી જુલાઈના રોજ યોજાયેલા વેબિનારમાં દેશ-વિદેશથી નામાંકિત તંત્રીએ અને પત્રકારો જોડાયા હતા. મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનનું પુણ્ય સ્મરણ કરીને હવેથી દર વર્ષે પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું.

આ અવસરે ગુજરાત(200 years gujarati journalism)ના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીનો વીડિયો સંદેશ રજૂ કરાયો હતો. મુંબઈ સમાચારને ૨૦૦મા જન્મદિવસની વધામણી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કરે છે એ વિરલ ઘટના છે. સમગ્ર એશિયા ખંડમાં સતત બસો વર્ષથી પ્રકાશિત થતું હોય તેવું અખબાર મુંબઈ સમાચાર છે એ મોટી સિદ્ધિના વાત છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ભવ્ય છે. અનેક તંત્રીઓ અને પત્રકારોએ ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ કર્યું છે.

પત્રકારત્વ સમાજના ઉત્થાનનું કામ પણ કરી શકે છે તેવું સાબિત પણ થયું છે. ગાંધીજીના પત્રકારત્વને યાદ કરીને તેમણે કહ્યું કે એ વખતના પત્રકારત્વે સ્વતંત્રતાની લડતને મોટો વેગ આપ્યો હતો. તેમણે કરશનદાસ મૂળજી સહિત વિવિધ તંત્રીઓના સમાજ સુધારણાના પત્રકારત્વને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સનસનાટી જન્માવવાના પ્રયાસમાં અતિ નકારાત્મક થવાથી લોકો હકારાત્મકતા કે આશાવાદ ગુમાવી ના બેસે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

એ પછી સમિતિના લોગોનું લોકાર્પણ કરાયું હતું. આ લોગોના સર્જક જાણીતા ચિત્રકાર કનુ પટેલે જ તેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિના પ્રમુખ અને જન્મભૂમિ ગ્રુપના કુંદન વ્યાસે જણાવ્યું હતું કે આ અવસર માત્ર મુંબઈ સમાચાર માટે નહીં, ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા તમામ માટે મોટો ઉત્સવ છે. કોઈ અખબાર સાતત્ય સાથે બસો વર્ષ ચાલે અને પોતાનું નામ અને માન સાચવી રાખે એ મોટી સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું હતું કે પત્રકારો કે તંત્રીઓને એવોર્ડ અપાતા હોય છે, પણ કોઈ અખબારનું સન્માન થાય એ ઘણી મોટી વાત છે.

તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે આરએનઆઈના રેકોર્ડ પ્રમાણે ભારતમાં ગુજરાતી ભાષામાં ૧૯૨૬ અખબારો પ્રકાશિત થાય છે તેમાં ૧૦૮ દૈનિકો અને ૯૯૩ સાપ્તાહિકો છે. તળ ગુજરાતમાં ૧૮૮૫ અખબારો પ્રકાશિત થાય છે. ગુજરાત બહાર મુંબઈ સહિત દેશ-વિદેશમાંથી પણ ગુજરાતી ભાષામાં અખબારો પ્રકાશિત થાય છે.

200 years gujarati journalism

તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે આરએનઆઈના રેકોર્ડ પ્રમાણે ભારતમાં ગુજરાતી ભાષામાં ૧૯૨૬ અખબારો પ્રકાશિત થાય છે તેમાં ૧૦૮ દૈનિકો અને ૯૯૩ સાપ્તાહિકો છે. તળ ગુજરાતમાં ૧૮૮૫ અખબારો પ્રકાશિત થાય છે. ગુજરાત બહાર મુંબઈ સહિત દેશ-વિદેશમાંથી પણ ગુજરાતી ભાષામાં અખબારો પ્રકાશિત થાય છે.

આ અવસરે પહેલી જુલાઈના દિવસને ગુજરાતી પત્રકારત્વ દિવસ જાહેર કરાયો હતો. આ અંગે સમિતિના સભ્ય અને એનઆઈએમસીજે સંસ્થાના નિયામક ડૉ શિરીષ કાશીકરે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને સહુએ અનુમોદન આપ્યું હતું. મુંબઈ સમાચાર તરફથી પ્રતિસાદ આપતાં નિલેશ દવેએ જણાવ્યું હતું કે મુંબઈ સમાચારના બસો વર્ષનો અવસર ગુજરાતી પત્રકારત્વમાં નવી ઉર્જા લાવે અને બધા સંગઠિત થાય એ યાદગાર બની રહેશે. તેમણે આ ઉજવણી અંગે જણાવ્યું હતું કે આપણે આંગળી પકડીને નવી પેઢીને એવી જગ્યાએ લઈ જઈએ જ્યાં તેમને માલૂમ પડે કે શબ્દની શક્તિ શું હોય છે. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ સમાચાર ૧૫૦ ગ્રાહકોથી શરૃ થયું હતું, ૨૦૦ વર્ષમાં આજે સમગ્ર ગુજરાતી અખબારોના એક કરોડ જેટલા વાચકો હશે. આ સ્થિતિ માતૃભાષા ગુજરાતીને કારણે સર્જાઈ છે. આપણે તેનું જતન અને સંવર્ધન કરીએ.

“મુંબઈ સમાચારઃ ફરદુનજી મર્ઝબાનની પરાક્રમી પહેલ” એ વિષય પર અભ્યાસી અને સંક્ષિપ્ત વ્યાખ્યાન આપતાં રમેશ તન્નાએ જણાવ્યું હતું કે ફરદુનજી મર્ઝબાને અનેક પડકારોનો સામનો કરીને પહેલા ગુજરાતી અખબારનો પ્રારંભ કર્યો હતો. નવી પેઢીમાં બે સદીમાં ગુજરાતી ભાષામાં થયેલા તંત્રીઓ અને પત્રકારોની લોકનિષ્ઠાનું આરોહણ થાય એ જ તેની સાચી ઉજવણી ગણાશે. તેમણે જણાવ્યું કે બે સદીનું ગુજરાતી અખબારી પત્રકારત્વ રંગીન અને સંગીન છે. એક-એકથી ચડિયાતો અનેક તંત્રીઓએ માતબર પ્રદાન કર્યું છે ત્યારે અમદાવાદ કે ગાંધીનગરમાં ગુજરાતી અખબારી પત્રકારત્વનું સંગ્રહાલય સ્થપાવું જોઈએ.

આ પણ વાંચોઃ Dilip kumar: પીઢ અભિનેતા દિલીપ કુમારના ચાહકો માટે માઠા સમાચાર, ફરી એક વખત હોસ્પિટલ દાખલ કરાયા- વાંચો વધુ વિગત