mockdrill wr

NDRF mockdrill: અમદાવાદ ડીવીઝન પર એનડીઆરએફના સહયોગથી મોકડ્રીલ યોજવામાં આવી

અમદાવાદ , ૦૧ જુલાઈ: NDRF mockdrill: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર સંરક્ષા વિભાગ અને એનડીઆરએફ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી.વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી એ.વી. પુરોહિતે માહિતી આપી હતી કે રેલવે દ્વારા સમયાંતરે આવી મોકડ્રીલ યોજવામાં આવે છે જેથી વ્યવસ્થાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસી શકાય.

Railways banner

આજના આ આયોજનમાં (NDRF mockdrill) એક યાત્રી ટ્રેનને ડિરેલ બતાવીને તેમાથી ફાયસેલ યાત્રીઓને બહાર નીકાળવાનો અભ્યાસ કરવામાં આવ્યો.આ દરમિયાન એનડીઆરએફ ટીમના કમાન્ડર રણવિજય કુમારે અકસ્માત સ્થળે મુસાફરોને કેવી રીતે બચાવવા અને બચાવ દરમિયાન ટીમને શું સાવચેતી રાખવી તે વિશે વિગતવાર સમજાવ્યું હતું. આ સાથે તેમણે પોતાના ભૂતકાળના અનુભવો પણ ટીમ સાથે શેર કર્યા હતા. 

NDRF mockdrill

આ પણ વાંચો…Dilip kumar: પીઢ અભિનેતા દિલીપ કુમારના ચાહકો માટે માઠા સમાચાર, ફરી એક વખત હોસ્પિટલ દાખલ કરાયા- વાંચો વધુ વિગત

આ મોકડ્રીલમાં (NDRF mockdrill) રેલ્વે પ્રોટેક્શન ફોર્સના 35, કોચિંગ ડેપોના 12, એનડીઆરએફના 32 અને સંરક્ષા વિભાગના 07 રેલ્વે જવાનો અને અકસ્માત રાહત ટ્રેનના કર્મચારીઓએ ભાગ લીધો હતો. વર્તમાન મહામારીના નિર્ણાયક સમયગાળામાં, કોવિડ -19 નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. સહાયક મંડળ સંરક્ષા અધિકારી ગૌરવ સારસ્વતે આ સફળ આયોજન માટે સૌનો આભાર અને આભાર વ્યક્ત કર્યો હતો.