Manish doshi

Gas price rise: ગેસ-ડીઝલ-પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે: ડૉ. મનિષ દોશી

Gas price rise: રાંધણગેસમાં ૨૫ રૂપિયા જેટલો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર

અમદાવાદ , ૦૧ જુલાઈ: Gas price rise: રાંધણગેસના સીલીન્ડરમાં નવેમ્બર – ૨૦૨૦માં ૫૯૪ રૂપિયાની સામે ૧લી જુલાઈ – ૨૦૨૧માં ૮૩૪ રૂપિયા એટલે કે સાત મહિનામાં ૨૪૦ રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકીને સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવાનું મુશ્કેલ બનાવી દીધુ છે ત્યારે ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસમાં ૨૫ રૂપિયા જેટલો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પારા વાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર આપ્યો છે.

ભાજપ સરકારે જુન મહિનામાં ૧૫ વખત અને વર્ષ ૨૦૨૧ના છ માસમાં ૫૭ વખત પેટ્રોલ – ડીઝલમાં ભાવ વધારો ઝીંકી સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે. ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ ૮૩૮૧.૯૬ કરોડ અને ડીઝલ પર ૧૮૫૩૦.૨૬ કરોડ જેટલો ભારે વેરો વસૂલી મંદી, મોંઘવારી અને મહામારીમાં જનતાની મુશ્કેલી વધારનાર ભાજપ સરકાર જવાબ આપે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે.

દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં સબસીડી રૂપે ૨૦૦૪-૨૦૦૫ થી વર્ષ ૨૦૧૯-૨૦ એટલે કે, ૧૫ વર્ષના ૧૦,૯૯,૨૩૪ કરોડની સામે હિન્દુસ્તાનના નાગરિકો પાસે ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. ૨૨,૯૦,૭૭૭ કરોડ જેટલી માતબર રકમની લુટ ચલાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતા દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે.

આ પણ વાંચો…Covid hospital: રાજકોટ ખાતે શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે- વાંચો વિગત

Dilip kumar: પીઢ અભિનેતા દિલીપ કુમારના ચાહકો માટે માઠા સમાચાર, ફરી એક વખત હોસ્પિટલ દાખલ કરાયા- વાંચો વધુ વિગત

‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી જીતી સત્તા મેળવનાર મોદી સરકાર – કેન્દ્ર સરકારના મહામારી – આફતમાં ‘‘લૂંટના અવસર’’ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી અને મહામારીમાં પરેસાન જનતા માટે ૧લી જુલાઈના દિવસથી જીવન જીવવુ પારાવાર મુશ્કેલ થાય તે પ્રકારે ભાજપ સરકારના નિર્ણયો જેમ કે, રાંધણ ગેસના (Gas price rise) બાટલા માં 25 રૂપિયા નો ભાવ વધારો નવો ભાવ 875 રૂપિયા, અમુલ દૂધની થેલી માં 2 રૂપિયા નો ભાવ વધારો નવો ભાવ 56 રૂપિયા (અમુલ ગોલ્ડ),

Gas price rise: પેટ્રોલ-ડીઝલ નો નવો ભાવ 95 રૂપિયા, ટુ વિલર વાહનો અને કાર ની કિંમત માં 10% નો ભાવ વધારો, બેન્કિંગ ચાર્જીસ સહિત માં પણ આજ થી 20 થી 200 રૂપિયા નો ભાવ વધારો (રોકડ ઉપાડ પર અને એ.ટી.એમ. તથા ચેકબૂક પર) , સીંગતેલ નો ડબ્બો 2700 રૂપિયા. દાળ – ચોખા સહિત જીવન જરૂરીયાત ચીજવસ્તુઓમાં પણ સતત ભાવ વધારો, પ્રજાને મારી નાખશે.

Whatsapp Join Banner Guj

આ મોંઘવારી, (Gas price rise) કોરોના માં લાખો લોકોં ની રોજગારી છીનવાઈ ગઈ છે. વેપાર ધંધા મૃતઃપ્રાય છે, મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, આવક માં ઘટાડો અને સરકારે બધે ભાવ વધારો ઝીકી દીધો છે. લોકોને જીવન જીવવુ અતિ મુશ્કેલ, શું આ છે અચ્છેદીન… ?