Dilip Kumar PTI

Dilip kumar: પીઢ અભિનેતા દિલીપ કુમારના ચાહકો માટે માઠા સમાચાર, ફરી એક વખત હોસ્પિટલ દાખલ કરાયા- વાંચો વધુ વિગત

Dilip kumar: 98 વર્ષીય અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર હેઠળ

બોલિવુડ ડેસ્ક, 01 જુલાઇઃ Dilip kumar: અભિનેતા દિલીપ કુમારને એક વખત ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. તેમને બુધવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એક મહિનાની અઁદર દિલીપ કુમાર બીજી વખત હોસ્પિટલમાં દાખલ ખરવામાં આવ્યા છે. ૬ જુનના રોજ પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી ત્યારે દાખલ કરવામાં આવ્યા હતા. 

એક રિપોર્ટના અનુસાર, દિલીપ કુમાર(Dilip kumar)ના ડોકટરે જણાવ્યું હતું કે, હાલ તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. જોકે ાનાથી વધુ કાંઇ પણ કહેવાનો ડોકટરે ઇનકાર કર્યો હતો.જોકે હોસ્પિટલના સૂત્રોના અનુસાર, ૯૮ વર્ષીય દિલીપ કુમારને એક નોન-કોવિડ-૧૯ આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમજ તેમની વયને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જેથી તેઓ ડોકટરોના ઓબઝર્વેશનમાં રહે.

Whatsapp Join Banner Guj

 નોંધનીય છે કે, દિલીપકુમારને આ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના પરિવારના મિત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું. કે, દિલીપ સાહેબ તમારા પ્રેમ, સ્નેહ અને દુવાઓને કારણે હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે જઇ રહ્યા છે. આ સાથે તેમના મિત્રે ભગવાન અને ડોકટોર તેમજ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. દિલીપ સાહેબને ૧૧ જુનના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. 

આ પણ વાંચોઃ Covid hospital: રાજકોટ ખાતે શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે- વાંચો વિગત