money 7th pay commission

7th Pay Commission DA Hike Update: સરકારે સાતમા પગાર પંચ મુજબ પ્રમોશન માટે ન્યૂનતમ સેવા શરતોમાં થશે ફેરફાર, સરકારે લીધો નિર્ણય

7th Pay Commission DA Hike Update: 28 સપ્ટેમ્બર એટલે કે ત્રીજા નોરતે સરકાર તેમાં 4 ટકાના વધારાની જાહેરાત કરી

ગાંધીનગર, 22 સપ્ટેમ્બરઃ 7th Pay Commission DA Hike Update: કેન્દ્ર સરકારના 65 લાખથી વધુ કર્મચારીઓે મોંઘવારી ભથ્થાની જુલાઈથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે 28 સપ્ટેમ્બર એટલે કે ત્રીજા નોરતે સરકાર તેમાં 4 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. પરંતુ આ અગાઉ સરકારી કર્મચારીઓને એક મોટો ઝટકો લાગ્યો છે. સરકારે સાતમા પગાર પંચ મુજબ પ્રમોશન માટે ન્યૂનતમ સેવા શરતોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 

20 સપ્ટેમ્બરના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) તરફથી જારી ઓફિસ મેમોરેન્ડમમાં કહેવાયું છે કે પ્રમોશન માટ ન્યૂનતમ સેવા શરતોમાં ફેરફારનો નિર્ણય લેવાયો છે. આ ફેરફાર સાતમા પગાર પંચની ભલામણોના આધારે કરાશે. DoPT તરફથી આશા જતાવવામાં આવી છે કે પ્રમોશન માટે જરૂરી ફેરફારને યોગ્ય સંશોધન કરીને ભરતી નિયમો/ સેવા નિયમોમાં સામેલ કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચોઃ videos of students taking a bath: મોહાલીવાળી ઘટના ગુજરાતમાં બની,રસોઇયાએ વિદ્યાર્થીનીઓના ન્હાતા વીડિયો બનાવ્યા

આ માટે તમામ મંત્રાલયો/વિભાગોમાંથી યોગ્ય પ્રક્રિયાનું પાલન કરતા ભરતી નિયમોમાં જરૂરી ફેરફારની પણ ભલામણ કરવામાં આવી. સંશોધિત નિયમો હેઠળ લેવલ 1 અને લેવલ 2 માટે ત્રણ વર્ષની સેવા હોવી જરૂરી છે. જ્યારે લેવલ 6 થી લેવલ 11 માટે 12 વર્ષની સેવા જરૂરી છે. જો કે લેવલ 7 અને લેવલ 8 માટે માત્ર બે વર્ષની સેવા હોવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ માર્ચ 2022માં વધારવામાં આવ્યું હતું. તે સમયે સરકારે તેમા 3 ટકાનો વધારો કર્યો હતો. જે 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયું હતું. તે સમયે સરકાર તરફથી કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર આપવામાં આવ્યું હતું. હવે કર્મચારીઓના જુલાઈથી મોંઘવારી ભથ્થામાં ડ્યૂ છે. જેના પર 28 સપ્ટેમ્બરે 4 ટકા વધારાની જાહેરાત થવાની આશા છે. 

આ પણ વાંચોઃ History of National Games: ૩૬મી નેશનલ ગેમ્સ આ વર્ષે ગુજરાતમાં રમાશે, જાણો નેશનલ ગેમ્સના ઇતિહાસ અને રસપ્રદ ફેક્ટ્સ વિશે

Gujarati banner 01